
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સૂબિર તાલુકાનાં કડમાળથી કોદમાળ જતા રસ્તા પર એક પેસેન્જર જીપ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 5 મહિલા અને 2 પુરુષ અને ત્રણ બાળકોને ઈજા પહોંચી હતી.અહી સ્થળ પર પેસેન્જર પલ્ટી મારી ગયેલ જીપની નીચે દબાઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવની જાણ સ્થાનિકોએ 108 એમબ્યુલન્સને કરતા સ્થળ પર 108ની ટીમ ધસી ગઈ હતી.અહી સ્થળ પરથી 108 એમ્બ્યુલન્સની ટીમે 11 જેટલા ઇજાગ્રસ્ત પેસેન્જરોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..
[wptube id="1252022"]





