કાલોલ તાલુકાના ઘોડા ગામના નાગરીકો દ્વારા બેફામ રેતી ખનન બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યુ

તારીખ ૦૨/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની ગોમા નદીમાંથી રેતી ખનન નો મુદ્દો હાલ ચર્ચા મા છે કાલોલ અને આસપાસ ના ગામોમા ગેરકાયદેસર રીતે માટી અને રેતી ખનન બાબતે અવારનવાર ફરિયાદો અને નાગરીકો દ્વારા આવેદન આપવામા આવે છે ત્યારે કાલોલ નજીક આવેલ ઘોડા ગામના નાગરીકો દ્વારા કાલોલ મામલતદાર ને આવેદન પત્ર આપી માફીયાઓ ના નામો લખી જણાવેલ કે તેમના ગામ નજીક આવેલ ગોમા નદીના પટમાં થી ટ્રેક્ટર અને જેસીબી મશીનથી ગેરકાયદેસર રીતે છેલ્લા દોઢેક વર્ષ થી ચાર ઈસમો રેતી, માટી ,બેટ નુ ખનન કરી રહ્યા છે. હાલમાં રાજુભાઈ રમણભાઈ પટેલ ના ખેતર ની નીચે ગોમા નદીના પટ મા આવેલ ચેકડેમ માથી પાસ પરમીટ વગર રાત દિવસ બેફામ અને ખુલ્લેઆમ રેતી કાઢી રહ્યા છે અને ગ્રામજનો કહેવા જાય ત્યારે માફિયાઓ લાકડીઓ લઇને ઉભા રહી ગાળો બોલી ધાકધમકી આપી કોઈના બાપની નદી નથી એમ કહી ટાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપે છે. બેફામ ખનન થી ગામનુ પર્યાવરણ બગડે છે નદીમાં ખાડા પડી જવાથી પાણી ભરાવવા ને કારણે અક્સ્માત ની સંભાવના વધી છે ગામના પાણીના સ્તર નીચા ગયા છે. મામલતદાર ને રજુઆત કરી નદીમાં પડેલ ખનન ના ખાડા જોઇ માપણી કરી કાયદેસર કાર્યવાહી કરવા ની માંગ કરી છે.









