BANASKANTHAPALANPUR

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને ભક્તજનો  થકી દિવાળી ની સીઝન માં દાગીના અને રોકડ રકમ મળી ને 2.68 કરોડ ઉપરાંત ની દાનભેટ મળવા પાત્ર થયેલ 

2 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 

ગુજરાત નું એક માત્ર શક્તિપીઠ અંબાજી એ રાજ્યના અન્ય મંદિરો ની હરોળ માં સૌથી મોટું અને ધનાઢય માનવામાં આવે છે એકવાન શક્તિપીઠ ના મંદિરો માં અંબાજી નું એક માત્ર કરોડો શ્રદ્ધાળુઓ ની આસ્થા નું કેન્દ્ર અંબાજી મંદિર ને સોને મઢવાની કામગીરી ચાલી રહી છે શક્તિપીઠ અંબાજી મંદિર માં ગુજરાત નહિ પણ ભારતભર ના લોકો પગપાળા કે મોટરમાર્ગે અંબાજી દર્શાનર્થે પહોંચે છે જેમની સંખ્યા ઉપર નજર કરીયે તો માત્ર ભાદરવી પૂનમ ના સાત દિવસ ના મેળા માજ 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા ચાલી ને દર્શને પહોંચે છે ને વર્ષ ભર માં કરોડ ઉપર શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આવતા હોય છે.હાલ માં જે રીતે દિવાળી ના પર્વ ને લઇ અંબાજી મંદિર માં 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓ એ માં અંબે ના દર્શન કર્યા હતા ને સાથે માતાજી નો ભંડાર પણ છલકાવી દીધો હતો આ દિવાળી ની સીઝન માં અંબાજી મંદિર માં એક કરોડ તેત્રીસ લાખ ઉપરાંત છૂટક હાથે નાખેલા રોકડ રકમ દાન માં આવ્યા હતા આ ઉપરાંત અન્યભેટ પૂજા ગણિયે તો મંદિર ને ભેટ માં સોના ની પાટ સોના ની લગડીઓ ચાંદી ના દાગીના તેમજ રોકડ રકમ ની પાવતી ભેટ મળી ને કુલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આ દિવાળી ની સીઝન માં દાગીના અને રોકડ રકમ મળી ને 2.68 કરોડ ઉપરાંત ની દાનભેટ મળવા પામી છે ને જેમ અંબાજી મંદિર માં યાત્રિકો નો પ્રવાહ વધી રહ્યો છે તે પ્રમાણે દાનભેટ નો અવિરત પ્રવાહ વહી રહ્યો છે અંબાજી એક એવો શક્તિપીઠ છે જ્યાં પહેલા ના સમય પૂનમ ના રોજ મેળાવડા જોવા મળતા હતા પણ હવે રોજેરોજ ને રવિવાર પુનમ કે અન્ય રજા ના દિવસો માં પણ રોજિંદા હજારો નહીં પણ લાખો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે છે એટલુંજ નહિ અંબાજી આવતા યાત્રિકો ને દર્શન સુચારુ રૂપ થી થાય તે માટે મંદિર નાં વહીવટદાર સિધ્ધિ વર્મા અને જીલ્લા કલેકટર વરુણ બરનવાલ એ પૂરતા પ્રયાસો કર્યા હતા તેમ કેતનભાઈ જોશી (હિસાબી અધિકારી,મંદિર દેવસ્થાન ટ્રસ્ટ)અંબાજી એ જણાવ્યુ હતું.દિવાળી સીઝન માં છુટ્ટા હાથે નાખેલા દાનભેટ ની આવક – રું 1.33 કરોડરોકડ ભેટ – રું 24.60 લાખ સોના ના દાગીના – રું 9.54 લાખ સોના ની લગડી ને પાટ – રું 84 લાખ ચાંદી ના દાગીના – રું 2.10 લાખ અન્ય ભેટ – રું 14.90 લાખ કુલ આવક રું 2 કરોડ 68 લાખ 14 હજાર જેટલી થાય છે.અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને ભક્તજનો  થકી દિવાળી ની સીઝન માં દાગીના અને રોકડ રકમ મળી ને 2.68 કરોડ ઉપરાંત ની દાનભેટ મળવા પાત્ર થયેલ આ અંગે ની માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button