MORBI:મોરબીના પાનની દુકાનમાંથી શંકાસ્પદ કેફી પ્રવાહી શિરપનો જથ્થો ઝડપાયો

મોરબીના પાનની દુકાનમાંથી શંકાસ્પદ કેફી પ્રવાહી શિરપનો જથ્થો ઝડપાયો
મોરબી તાલુકા પોલીસે શંકાસ્પદ કેફી પ્રવાહી શિરપનો જથ્થો ઝડપી લીધા બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ભક્તિનગર સર્કલ પાસે રેડ કરી હતી જેમાં પાનની દુકાનમાં રાખેલ આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શિરપની ૧૨૦ બોટલનો જથ્થો ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભક્તિનગર સર્કલ એસ્સાર પંપ સામે આવેલ મુરલીધર પાનની દુકાનમાં શંકાસ્પદ શિરપનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં મુરલીધર પાનની દુકાનમાંથી આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શિરપની ૧૨૦ બોટલનો જથ્થો કીમત રૂ ૧૮ હજાર મળી આવતા પોલીસે મુદામાલ કબજે લઈને એફ.એસ.એલ રીપોર્ટ માટે મોકલી છે અને રીપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી કરવામાં આવશે તો વેચનાર ઈસમ કુલદીપ ગોવિંદભાઈ ડાંગર રહે મોરબી કેનાલ પાસે યદુનંદન ૨ અને મોકલનારમાં હિતેષભાઈ રાવલ રહે મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે