
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ” વિશ્વ એઈડ્સ દિન ” અંતર્ગત તાલુકા આરોગ્ય મોડાસા ખાતેથી ચાર રસ્તા સુધી જન જાગૃતિ રેલી કાઢવામાં આવી

૧ ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન ઉપક્રમે કલેકટર સાહેબશ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી,માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અરવલ્લી, દિશા યુનિટ અરવલ્લી તથા માનનીય ડી.ટી.ઓ. સાહેબ શ્રી અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ આજે ૧ લિ ડિસેમ્બર ૨૦૨૩ ” વિશ્વ એઈડ્સ દિન ” અંતર્ગત તાલુકા આરોગ્ય મોડાસા ખાતેથી ચાર રસ્તા સુધી જન જાગૃતિ રેલી નીકળવામાં આવી હતી જેમાં ડૉ .રસિકલાલ શાહ સાર્વજનીક હોસ્પીટલ નર્સિંગ કોલેજ મોડાસા, શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોડાસા અને જી જી મોરિવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ મોડાસા નાં વિદ્યાર્થી હાજર રહ્યાં હતાં ત્યારબાદ વિશ્વ એઇડ્સ દિન કાર્યક્ર્મ ગૅપ સંસ્થા માં ઓબ્ઝર કરવામાં આવેલો હતો ક્રાર્યક્રમ અધ્યક્ષ તરીકે પ્રશસ્તી પારિક (કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી ), જીલ્લા વિકાસ અધિકારી સહેબ, ડૉ. સીદ્દીક્કી સાહેબ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, જીલ્લા ટીબી નીવારણ અધિકારી શ્રી, ઉપસ્થીત રહ્યા હતાં, વીશ્વ એઇડ્સ દિન થિમ સમૂદાય ને આગેવાની આપો તે સન્દર્ભે, જૉખમી વર્તન ધરાવનાર બહેનો, એલ. જી. બી. ટી સમૂદાય,એચ. આઈ. વી સાથે જીવતા લોકો અને યુવાનો ને નેતૃત્વ અંગે એવાર્ડ આપવામા આવેલ હતી તથા ગેપ સંસ્થા દ્વારા નિર્મિત ફિલ્મ નું વિમોચન કરવા માં આવેલું.








