DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો

૨૦૫ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

જિલ્લા રોજગાર કચેરી,દેવભૂમિ દ્વારકા અને નાયરા એનર્જી લી. દ્વારા નગરપાલિકા ટાઉનહોલ ખંભાળિયા ખાતે ઔધોગિક  ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. નાયરા એનર્જી લી કંપની દ્વારા ખાલી પડેલ  વિવિધ જગ્યાઓ માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લામાંથી નોંધાયેલ રોજગાર વાંચ્છુઓને રોજગારીની  સ્થાનિક કક્ષાએ તકો મળી રહે તે માટે રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે નગરપાલિકા ટાઉનહોલ ખંભાળિયા ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લામાં આવેલ નાયરા એનર્જી લી કંપનીએ ખાલી પડેલ વિવિધ ટેકનીકલ  જગ્યાઓ માટે ડીપ્લોમાં તથા બી.ઈ કક્ષાના ઉમેદવારોને પસંદગી કરવા માટે ઈન્ટરવ્યું લીધા હતા. જેમાં ૨૦૫ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ છે. આ પ્રાથમિક પસદગી પામેલ ઉમેદવારોની બીજા ઈન્ટરવ્યું માટે કંપની દ્વારા બોલવામાં આવશે તેમ ઈ.ચા. રોજગાર અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button