NATIONAL

Supreme Court : પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવાની અરજી કરનાર ને સુપ્રીમ કોર્ટે ફગાવીને ફટકાર

સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કલા પ્રદર્શન કે કામ કરવાની મંજુરી ન આપવી જોઈએ. જેમાં કલાકારો પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવીને ફટકાર પણ લગાવી હતી. જેમાં કોર્ટે અરજદારને કહ્યું કે આવી સંકુચિત માનસિકતા ન રાખવી જોઈએ.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે ફૈઝ અનવર કુરેશી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. બેંચે કહ્યું કે તે બોમ્બે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા માંગતી નથી. મળતી માહિતી મુજબ, ફૈઝ અનવર કુરેશી સિને એક્ટિવિસ્ટ અને કલાકાર હોવાનો દાવો કરે છે. કોર્ટે કુરેશીને કહ્યું કે તમે વારંવાર આ અપીલનો આગ્રહ ન રાખો. તમારે આવી સંકુચિત માનસિકતા ન હોવી જોઈએ.

આ પહેલા બોમ્બે હાઇકોર્ટ દ્વારા પણ પાકિસ્તાની કલાકારોને પ્રતિબંધિત કરવાની માંગને ફગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટે દેશભક્તિ બાબતે પણ મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે દેશભક્ત હોવાનો મતલબ એ નથી કે કોઈ વિદેશીને કે પાડોશી દેશમાંથી આવતા લોકો કે કલાકરો સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરવો.

અરજીમાં કેન્દ્ર સરકારને કોઈ પણ પાકિસ્તાની કલાકાર, ભારતીય નાગરિકને નોકરી પર રાખવા, કામ ઓફર કરવા, તેમની કોઈપણ સેવાઓનો લાભ લેવા અથવા કોઈપણ એસોસિએશનમાં પ્રવેશ કરવાથી રોકવા માટે નિર્દેશ વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેમના પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે તેમાં સિનેમા કર્મી, ગાયક, સંગીતકાર, ગીતકાર અને ટેકનિશિયનનો સમાવેશ થાય છે.

[wptube id="1252022"]
Back to top button