ARAVALLIMODASA

અરવલ્લી : દાહોદના દંપતીએ નેત્રમ પોલીસની કામગરીની પ્રશંસા કરી, બાઈક પરથી 1.80 લાખના દાગીના ભરેલ બેગ પડી જતા પરત કર્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : દાહોદના દંપતીએ નેત્રમ પોલીસની કામગરીની પ્રશંસા કરી, બાઈક પરથી 1.80 લાખના દાગીના ભરેલ બેગ પડી જતા પરત કર્યું

લાખ્ખો રૂપિયા ભરેલી બેગ સહયોગ ચોકડી નજીક ધંધો કરતા ધંધાર્થીને મળતા મુસાફરની બેગ હોવાનું જણાતા સાચવીને પાસે રાખી મૂકી હતી

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ૩ કરોડના ખર્ચે સીસીટીવી લગાવી નેત્રમ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા સહીત લૂંટ,હીટ એન્ડ રનની ઘટના, ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલવામાં નેત્રમ કેમેરા પોલીસને ઉપયોગી સાબિત થઇ રહ્યા છે એકંદરે પોલીસનો ‘ વિશ્વાસ ’ નેત્રમને સથવારે જળવાઇ રહ્યો છે દાહોદ જીલ્લાના અને ઇડરના નરસિંહપુર ગામમાં નોકરી કરતુ દંપતિ લગ્નમાં દાહોદ જવા નીકળ્યું હતું સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલ બાઈક પર લટકાવેલ બેગ મોડાસા શહેરમાંથી પસાર થતા સમયે પડી જતા દંપતી થોડે દૂર પહોંચ્યા બાદ જાણ થતા તાબડતોડ નેત્રમ શાખાનો સંપર્ક કરતા નેત્રમની ટીમે સમગ્ર માર્ગના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરી રોડ પર પડેલ બેગ સહયોગ ચોકડી નજીક ધંધાર્થી પાસે હોવાની જાણ થતા ધંધાર્થીનો સંપર્ક કરી દંપતિ ને લાખ્ખો રૂપિયા ભરેલ બેગ પરત અપાવી હતી

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના નરસિંહપુર ગામમાં દાહોદ જીલ્લાના ફતેપુરાના છાલોર ગામના અજીતભાઈ શંકરભાઇ કટારા તેમની પત્ની સાથે નોકરી કરી જીવન નિર્વાહ ચલાવે છે દાહોદના દંપતીને વતનમાં લગ્નપ્રસંગ હોવાથી બાઈક પર વતનમાં જવા નીકળ્યું હતું મોડાસા શહેર વિસ્તારમાંથી પસાર થતા બાઈક પર લટકાવેલ બેગ પડી ગઈ હતી દંપતિને થોડે આગળ નીકળ્યા પછી બાઈક પર લટકાવેલ બેગ જોવા ન મળતા હોફાળું-ફોફાળું બન્યું હતું બેગમાં 1.80 લાખના ત્રણ તોલા સોનાના દાગીના અને 6 હજાર રૂપિયા રોકડા હોવાથી તાબડતોડ નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો

નેત્રમ પીએસઆઈ જયદીપ ચૌધરી અને તેમની ટીમે શહેરના માર્ગ પર લાગેલ સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતા એક વ્યક્તિ રોડ પર પડેલો થેલો લઇ એક્ટિવા ચાલક સાથે વાત કરતો જોવા મળતા નેત્રમ ટીમે એક્ટિવા નંબરના આધારે એક્ટિવા ચાલકનો સંપર્ક કરી તેમની સાથે વાત કરનાર વ્યક્તિની ઓળખ કરી હતી એક્ટિવા ચાલક સાથે વાત કરનાર સહયોગ બાયપાસ ચોકડી નજીક ધંધો કરતો હોવાની તેનો સંપર્ક કરતા તેને તેની પાસે રહેલી બેગ સહી સલામત હોવાનું જણાવી પરત આપતા નેત્રમની ટીમે દાહોદ દંપતીની લાખ્ખો રૂપિયાના દાગીના ભરેલ બેગ ગણતરીના કલાકોમાં પરત અપાવતા દાહોદના દંપતીએ અરવલ્લી પોલીસની કામગીરીની સરાહના કરી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button