હાલોલ રૂરલ પોલીસે ધરમપૂરી અભેટવા રોડ તેમજ ત્રિકમપૂરા પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સહિત 2,56,400/- રૂ.નો મુદ્દામાલ ઝડપ્યો,એક ખેપિયાની ધરપકડ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૬.૧૧.૨૦૨૩
હાલોલ રૂરલ પોલીસને મળેલ બાતમી ના આધારે હાલોલ તાલુકાના ધરમપૂરી અભેટવા રોડ પર તેમજ ત્રિકમોરા પાસેથી રુપિયા 56,400/-નો વિદેશી દારૂ, રુપિયા 2 લાખ ની કાર સાથે એક આરોપીને ઝડપી પાડી તેમજ અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ મથક ના પી.આઈ આર. એ.જાડેજા ને ખાનગી રાહે બાતમી મળી હતી. એક લાલ કલર ની સ્વીફ્ટ કાર માં ભારતીય બનાવટ નો વિદેશી દારુ નો જથ્થો લઇ ત્રિકમપૂરાથી અભેટવા તરફ જવાની છે. જે બાતમી ના આધારે તેમને પોલીસ ટીમ બનાવી ધરમપૂરી અભેટવા રોડ પર વોચમાં હતા.દરમ્યાન બાતમીવળી કાર આવતા પોલીસે તે કારને રોકી કારમાં તપાસ કરતા ભારતીય બનાવટ ની જુદી જુદી જાત નો દારુ તેમજ બિયર ની 474 બોટલો રૂ 56,400/- નો જથ્થો મળી આવતા પોલીસે 200000/-ની કાર સહીત 56,400/- ના મુદ્દામાલ સાથે કેતન રમેશભાઈ ગોહિલ રહે.ત્રીકમપૂરા તા.હાલોલ ને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ફરાર આરોપી સુલતાન યુસુફ પઠાન રહે.હાલોલ નાઓ આ બંને આરોપી સામે પોલીસે પ્રોહિબિશન નો ગુનો નોંધી કેતન ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પોલીસની રેડ ના સમાચાર વાયુવેગે ફેલાતા તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.










