GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં લગ્નના આયોજકો સાથે ખેડૂતોમાં ચિંતાનો માહોલ.

તારીખ ૨૬/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સહિત પંથકમાં શનિવારે વાતાવરણમાં એકાએક બદલાવ આવી માવઠું થશે જેની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી જેને લઇ જન જીવન પર આની ભારે અસરો જોવા મળી હતી જ્યારે તાપમાનનો પારો ગગડતા ભારે ઠંડકભર્યું વાતાવરણ સર્જાતા લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા.જેમાં રવિવારે સતત બીજા દિવસે પણ કાલોલ પંથકમાં સવારથી કુદરતે કરવટ બદલતા વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની શક્યતાઓ વચ્ચે તેજ પવન ફૂંકાતા નગરના નુરાની ચોક વિસ્તારમાં લગ્નપ્રસંગે બાંધેલ મંડપ ભારે પવન અને કડાકા ભડાકા સાથે એકાએક કમોસમી વરસાદ શરૂ થતાં લગ્નપ્રસંગ ઉજવતા પરિવાર સહિત આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી.જ્યારે પંથકમાં વાતાવરણમાં બદલાવને લઈ કમોસમી વરસાદની શક્યતાઓ જોવા મળતા હાલમાં ચાલતી લગ્નની સિઝન ને લઈને લગ્નપ્રસંગનું આયોજન કરનાર પરિવારો સહિત આયોજકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી અને અંદાજીત ચારથી પાંચ મહિના પહેલાની તારીખો સુધીના આયોજિત એવા લગ્ન સમારંભોમાં કમોસમી વરસાદ વિલન બનશે તેવી શક્યતા વચ્ચે બપોર પછી ધેરાયેલા વાદળો વચ્ચે વરસાદ શરૂ થતાં લગ્નપ્રસંગનું આયોજન કરનાર પરિવારો સહીત આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે ત્યારે બીજી બાજુ ગુજરાત હવામાન વિભાગે જીલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી લઈ કમોસમી વરસાદ શરૂ થતાં કાલોલ પંથકના ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે કારણે કે આ વર્ષે ડાંગર પાક તૈયાર થઇ જતા હાલમાં ખેડૂતો ડાંગર સુકવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો આવતા અને કાલોલ પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદી છાંટા શરૂ થતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાઇ ગયા છે એક બાજુ ખેડૂતોનો ડાંગર નો પાક તૈયાર થઈ ગયો છે અને હાલમાં ખેડૂતો ડાંગર કાપી ડાંગરને સુકાવવા ની કામગીરી કરી રહ્યા છે ત્યારે અચાનક વાદળો આવી કમોસમી છાંટા શરૂ થતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા અને જો હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડે અને પવન ફૂંકાય તો તુવેરના પાકને અને કપાસ જે ખેડૂતોએ કાપ્યા ન હોય તેવા ઉભા પાકને પણ ભારે નુકસાન થવાની દહેશત ખેડૂતો સેવી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button