BANASKANTHATHARAD

થરા શ્રી ઓગડ વિદ્યામંદિરના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યો.

નટવર.કે.પ્રજાપતિ,થરા

એસ.જી.એફ.આઈ.એથલેટિક્સરમતમાં રાજ્ય કક્ષા ટુર્નામેન્ટ ગોધરા મુકામે યોજાઈ હતી.જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ઈન-સ્કૂલ યોજનામાં કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગડ વિદ્યામંદિરથ ના ચાવડા રાહુલ કુભાજી ૪×૧૦૦ મીટર રીલે દોડમાં બ્રોન્જ મેડલ, પરમાર અમૂલભાઈ ભેમજીભાઈ ૪×૪૦૦ મીટર રીલે દોડમાં સિલ્વર મેડલ,કનેલિયા મહેશજી ગંભીરજી ત્રીપલ જંપ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ.વિદ્યાર્થી કનેલિયા મહેશજી ગંભીરજીમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન સાથે લોગ જંપ માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળાના ગૌરવમાં વધારો કર્યો છે,જે બદલ શાળાના પી.ટી. શિક્ષક ભારમલભાઈ પટેલ,અથલેટિક્સ કોચ સિકંદરભાઈ ને આચાર્ય હિમાંશુભાઈ શાહ ,કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરાના ઉત્સાહી પ્રમુખ ધીરજ કુમાર કે. શાહ સહિત સમગ્ર શાળા પરિવારે અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button