GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના એક ગામમાં સાત વર્ષની બાળા સાથે સગીર ઈસમે અપકૃત્ય કરતા પોકસો હેઠળ કાર્યવાહી

તારીખ ૨૩/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા પંથકમાં એક સાત વર્ષની સગીરા સાથે પુખ્ત વય નજીકના સગીર યુવકે અપકૃત્ય કર્યું હોવાની હિચકારી ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે્. તદ્ઉપરાંત સગીર વયે પણ અપકૃત્ય આચરવાની હલકી માનસિકતા ધરાવતા સગીર વિરુદ્ધ લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કાલોલ પંથકમાં આવેલ નાનકડા ગામના એક જ ફળીયામાં રહેતા અને આપસમા સગા થતા સગીરે માત્ર સાત વર્ષની બાળા સાથે અપકૃત્ય કરવાની કોશિશ કરી હતી ત્યારે તેજ સમયે બાળા નો ભાઈ આવી ગયેલ જે અપકૃત્ય અંગે તેની માતાએ સાંજે ઘરે આવેલા પતિને હકીકતથી વાકેફ કરતાં પતિ પત્ની બન્નેએ કાલોલ પોલીસ સ્ટેશનમાં પહોંચીને અપકૃત્ય કરતા સગીર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પુખ્ત વય નજીકના કાયદાના સંધર્ષમાં આવેલ સગીર વિરુદ્ધ ૩૫૪ એ (૧) આઈ, ૩૫૪બી અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી સગીર વયના આરોપી વિરુદ્ધ સગીર વય મુજબની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે.

[wptube id="1252022"]
Back to top button