
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આહવા ખાતે માનસિક રીતે બીમાર મહિલાને અભયમ ટીમ દ્વારા સુરક્ષિત સ્થાન પર આશ્રય આપીને માનવતા મહેકાવવામાં આવી હતી.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે એક અજાણી મહિલા મળી આવી હતી. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા મદદ કરવાની ભાવનાથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માંગી હતી. જે બાદ ડાંગ જિલ્લા અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી.અને અભયમ ટીમ એ માનસિક રીતે બીમાર મહિલાને ઓ.એસ. સી.(વન સ્ટોપ સેન્ટર)ને સોંપી દીધી હતી. પરંતુ રાત્રિના સમયે માનસિક રીતે બીમાર મહિલાએ તોફાન કર્યું હતું. ત્યારે અભયમ ટીમને તે અંગેની જાણ કરવામાં આવી હતી. ત્યારે અભિયાન ટીમ તાત્કાલિક ધોરણે ઓ.એસ.સી. ખાતે પહોંચી હતી અને માનવ સેવા ટ્રસ્ટ ખાતે મહિલાને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો. અભયમ ટીમ દ્વારા મહિલાને સુરક્ષિત રીતે આશ્રય અપાવીને સરાહનીય કામગીરી કરીને માનવતા મહેકાવવામાં આવી હતી…





