પાંચપથરા ચોકડી ખાતે કાલોલ વિધાનસભા મતવિસ્તારનું”સ્નેહમિલન સંમેલન”સમારોહ યોજાયો

તારીખ ૨૨/૧૧/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નજીક પાંચપથરા ચોકડી પાસે કાલોલ વિધાનસભા મતવિસ્તારનું”સ્નેહમિલન સંમેલન “સમારોહ યોજાયો હતો જેમાં પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ, કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ,કાલોલ તાલુકા મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઈ દરજી,ઘોઘંબા મંડળ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ,પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિજયસિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા એ.પી.એમ.સી ચેરમેન ઝવરસિંહ બારીયા, કાલોલ શહેર અનુસુચિત જાતિના પ્રમુખ વકીલ હસમુખભાઈ મકવાણા, કાલોલ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, કાલોલ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇકબાલશા દીવાન,જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, નગરપાલિકાના સદસ્યઓ, જિલ્લા-તાલુકા- નગરના સંગઠનના હોદેદારો,તમામ મોરચાના હોદેદારો,સહકારી આગેવાનો, સરપંચઓ,પેજ સમિતિના પ્રમુખ તથા સભ્યો,બુથના પ્રમુખો,તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.









