GUJARATJETPURRAJKOT

Rajkot: એસ.ટી.ડી., પી.સી.ઓ., કોઈનબોક્સ સંચાલકને રજિસ્ટર નિભાવવા ફરમાન

તા.૨૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કોઈન બોક્સ, પબ્લિક એસ.ટી.ડી.-પી.સી.ઓ. બુથ પરથી રાજકોટ ગ્રામ્ય –જિલ્લામાં થતા વિવિધ ગુનાઈત કૃત્યો અટકાવવા તથા જાહેર સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જાળવવાના આશયથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચરે આદેશો જારી કર્યા છે, જે મુજબ કોઈન કલેક્શન બોક્સ, એસ.ટી.ડી./પી.સી.ઓ. /આઈ.એસ.ડી. ધારકો તથા સર્વિસ પ્રોવાઇડર્સ (૧) ભારત સંચાર નિગમ લિ. (ર) રિલાયન્સ કોમ્યુકનિકેશન લિ. (૩) ભારતી એરટેલ લિ. (૪)ટાટા ટેલી સર્વીસ લિ. (પ) આઇડીયા સેલ્યુલર લિમિટેડ તથા અન્ય‍ જે કોઇપણ કંપની ફ્રેન્ચાઇઝીથી એસ.ટી.ડી./પી.સી.ઓ./આઇ.એસ.ડી. અને કોઇન બોક્સની સુવિધા પુરી પાડતી હોય, તેમણે કોઇન બોક્સ એસટીડી/પીસીઓ ઉપર ફોન કરવા આવનાર વ્યક્તિની (કોલરની) ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે, માલિક /સંચાલક/ફ્રેન્ચા.ઇઝી હોલ્ડરે કોલર વ્યકિતનું રજિસ્ટર નિયત નમૂનામાં નિભાવવાનું રહેશે. આ રજિસ્ટર એક વર્ષ સુધી સાચવી રાખવાનું રહેશે અને તપાસનીશ એજન્સીઓ માગે ત્યારે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા.૩૧/૧૨/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

[wptube id="1252022"]
Back to top button