GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA: ટંકારા નાના રામપર ગામે માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા ભુવાજીને હૃદયરોગનો હુમલો આવતા મોત

ટંકારાના રામપર ગામે માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા ભુવાજીને હૃદયરોગનો હુમલો આવતા મોત

ટંકારાના નાના રામપર ગામના રહેવાસી મોહનભાઈ પરબતભાઈ બોસીયા (ઉ.વ.૫૫) નામના પૌઢ ગત રાત્રીના નાના રામપર ગામે રામનગરમાં ચામુંડા માતાજીના મંદિરે માંડવાના પ્રસંગમાં ગયા હતા અને ભુવા ધૂણતા હોય ત્યારે ધૂણતા ધૂણતા હાર્ટ એટેક આવ્યો હતો જોકે ભુવા બેશુદ્ધ જેવી હાલતમાં હોવાથી થોડા સમય સુધી આસપાસમાં બેસેલ લોકોને પણ કાઈ ખ્યાલ આવ્યો ના હતો અને હૃદયરોગનો હુમલો ઘાતક નીવડતા થોડીવારમાં જ પૌઢનું મોત થયું હતું બનાવની ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








