GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં નૂતવર્ષાભિનંદને લઈ સ્નેહમિલન સમારોહનાં આયોજનની બેઠક યોજાઈ.

તારીખ ૧૭/૧૧/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ ૧૨૭ વિધાનસભા કાલોલનાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા નૂતવર્ષાભિનંદનનાં સ્નેહ મિલન કાર્યક્રમનું આવનાર દિવસોમાં આયોજન કરવાનું હોય જેને લઈ કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની ખાસ ઉપસ્થિતિમાં કાલોલ તાલુકાના અને નગરનાં ભાજપના કાર્યકર્તાઓ ની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવનાર દિવસોમાં યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમા તાલુકા અને નગરનાં હોદેદારો અને તમામ મોરચાનાં હોદેદારો તથા ભારતીય જનતા પાર્ટીનાનાં તમામ કાર્યકર્તાઓ સ્નેહ મિલન કાર્યક્રમમા મોટી સંખ્યામાં હાજર રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. તદઉપરાંત ૧૨૭ વિધાનસભાનાં હાજર કાર્યકર્તાઓએ કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને તમામ કાર્યકરો વતી ફૂલગુચ્છ દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]