GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana) :માળીયા ના માણાબા ગામ નજીક નદીમાં ડુબી જવાથી મહિલાનું મોત

માળીયા ના માણાબા ગામ નજીક નદીમાં ડુબી જવાથી મહિલાનું મોત

માળિયા મીયાણા તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલ અક્ષયભાઈ ખીમજીભાઈ ચારોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દીતુબેન કાનાભાઈ સંઘાર જાતે આદિવાસી (૩૫) ઇરોસ કારખાનાની પાછળના ભાગમાં ઘોડાધ્રોઇ નદીઓમાં કપડાં ધોવા માટે ગયા હતા અને ત્યારે ત્યાં પગ લપસતા કોઈપણ કારણોસર તે નદીમાં પાણીમાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તે મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને તેના મૃત દેહને માળીયા મીયાણાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ત્યાંથી માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે
[wptube id="1252022"]








