BANASKANTHATHARAD

Mela : વડામાં ૪૦૦ વર્ષ પુરાણા ઢટોસણા હનુમાનજી મંદિરે ભાતિગળ મેળો ભરાયો.

ખાસ વિશેષતા રહેલી છે દરેક મંદીરમાં પનોતી ડાબા પગ નીચે હોય છે.ઢટોસણા હનુમાન મંદીરે જમણા પગ નીચે પનોતી છે.અને બિજુ પુછ્ડીંનો આકાર સંપુર્ણ  “ઓમ”નો થાય છે.
—————————————-
  આજે મહાકાલી,ભૈરવ, હનુમાનજીની ઉપાસના માટે ઉતમ દિવસ ગણાય છે.
————————————-
  કાંકરેજ તાલુકાના વડા ખાતે પાદરમાં બિરાજમાન શ્રી હનુમાનજીદાદા નુ લગભગ ૪૦૦ વર્ષ પૂરાણુ મંદિર આવેલ છે.દર વર્ષની જેમ ચાલુ વર્ષે ભાંતિગળ મેળો ભરાયો હતો.દિવાળિ પર્વનો ત્રિજો દિવસ એટ્લે કાળિ ચૌદ્સ અને આ દિવસે શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન શ્રીક્રુષણે નરકાસુરનો વધ કર્યો એણે કેદમાં રાખેલ લગ્ન યોગ્ય ઉંમરની સોળ હજાર રાજ્કુમારિકાઓને મુક્ત કરિ એમને આશિર્વાદ આપ્યા એટ્લે આજનો કાળી ચૌદસનો દિવસ નર્ક ચતુર્થિ તરિકે જાણિતો બન્યો આજના દિવસે તંત્ર મંત્રની વિદ્યા અને હનુમાનજી ની સાધના અને આ દિવસે એવી માન્યતા છે કે નર્કચર્તુર્થીના દિવસે જેટલુ તેલ બળે તેટ્લો કકળાટ ઓછો થાય આ દિવસે ખિર અને વડા બનાવવામાં આવે છે.એ વસ્તુ એક કોડિયામાં મુકી ચાર રસ્તે મુકી આવી એની આજુ બાજુ પાણીનુ કુડાળુ કરવામાં આવે છે.અને એમાં દીવો મુકે છે. અને આ વિધીને કક્ળાટ કાઢ્વો કહેવામાં આવે છે.અને આ દિવસે હનુમાનજીની પુજાનુ વિશેષ મહત્વ રહેલુ છે.આજ્ના દિવસે કાંકરેજ તાલુકાના વડા મુકામે વર્ષો પહેલા સુખડીયા સમાજના કંદોઈ પરિવારના લોકો રાજ્સ્થાન ના ભીનમાલથી ઉંટ ઉપર હનુમાનજીની મુર્તિ થરા લઈ આવવા માટે નિક્ળ્યા હતા.ત્યારે વડા ખાતે વિસામો ખાવા રોકાયા હતા.અને વિસામો ખાધા બાદ મુર્તિ લઈને થરા જવા માટેની તૈયારી કરવા હનુમાનજીની મુર્તિ ઉપાડી ઉંટ ઉપર મુક્વાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ હનુમાનજીની મુર્તિ ત્યાથી ઉંચકી ન શકાઈ પરિણામે હનુમાનજીનુ મંદિર નિજ સ્થળે બનાવી દાદાની સ્થાપના કરી નાનુ મંદિર બનાવી દેવાયુ ત્યારથી વડા ગામે કાળી ચૌદસના દિવસે ગામના અઢારેય આલમ પોત પોતાના ધંધા રોજગાર બંધ રાખે છે તેમજ ખેડુતોના પિયતના ટ્યુબવેલ પણ બંધ રાખે છે.વાહનો પણ ભાડે ફરતા નથી.આ ગામ ૧૮૦૦૦ થી વધારે વસતિ ધરાવે છે.અને આજના દિવસે હનુમાનજી ના મંદિરે સમગ્ર ગામ લોકો એકઠા થાય છે.અને એક્તા અને શાંતિ અને સહકારની ભાવનાનુ ઉદાહરણ પુરૂ પાડે છે.આ મંદીર માં છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પણ સુવિધા માટે પોતાના ખભા પર જવાબદારી લઈ કોઈ પણ સમય જોયા વગર મંદીર અને રામવાટીકાનુ નિર્માણ કરેલ આ શ્રીરામ વાટિકા અને મંદિર ઘડી બે ઘડી નિહાળવા લાયક છે.આ વાટીકા અને મંદિર નિહાળવા બાળકો,યુવાનો અને વડીલો વિશાળ સંખ્યામાં આવે છે. કાંકરેજ તાલુકો નહી પણ સમગ્ર પંથકમાં વડાગામ જનોએ દાદાના મંદીરનો આહલેક જગાડેલ.દર વર્ષે આસોવદ- ચૌદશના રોજ મેળો પણ ભરાય છે.આ મેળામાં નટુભાઈ મીર,જય ગોગા બિટ્સ વડા,વિનોદભાઈ મીર વડા વગેરે સાથી કલાકારો, સાજીંદા મિત્રોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. ત્યારે ગુજરાત રાજ્ય પૂર્વ શિક્ષણમંત્રી એવમ કાંકરેજ તાલુકા પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા સહિત રાજકીય, સામાજિક આગેવાનો તેમજ દાદાના ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં દર્શનાર્થે પધાર્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button