GUJARATJETPURRAJKOT

Virpur: સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરપુર(જલારામ) ખાતે હેલ્થ મેળો યોજાયો

તા.૧૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જુદી જુદી ૧૫ જેટલી ટીમ દ્વારા વાયરલ તાવથી લોકોને સતર્ક કરતાં આરોગ્યકર્મીઓ

Rajkot, virpur: દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત સરકાર દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓનું અમલીકરણ મિશન મોડમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે “આયુષ્માન ભવ:” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરપુર (જલારામ) ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ હેલ્થ મેળામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરપુર (જલારામ) તથા રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડીસીન, ચામડી, માનસિક, ઓર્થોપેડિક, સ્ત્રી રોગ નિષ્ણાંત, ઈએનટી, આંખ વિભાગ, દાંત વિભાગ સહિત જુદાં જુદાં ૧૫ જેટલા વિભાગોના નિષ્ણાંતો દ્વારા દર્દીઓનું યોગ્ય તપાસ થકી સારવાર અને નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓની નિ:શુલ્ક ઓ.પી.ડી., ટેલી કન્સલ્ટેશન, બિન ચેપી રોગોનું સ્ક્રીનીંગ, યોગા અને વેલનેસ સેશન, આરોગ્યલક્ષી યોજનાઓ અંગેની જાગૃતિ તથા જરૂરી તમામ સારવાર વિનામુલ્યે આપવામાં આવી હતી.

તદુપરાંત પાત્રતા ધરાવતા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ તથા આભા કાર્ડ સ્થળ ઉ૫૨ જ ઈશ્યું કરી આપવામાં આવ્યા હતા. આ આયુષ્માન ભવઃ મેળાને સફળ બનાવવા સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરપુર (જલારામ) તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વિરપુર અને કાગવડની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.આ હેલ્થ મેળાનો લાભ વિરપુર તથા આસપાસના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ મેળવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. નિલેશ રાઠોડ ની સૂચના અનુસાર આરોગ્ય વિભાગ સુપેરે કામગીરી કરી રહ્યું છે ત્યારે હાલ વિરપુર ગામમાં વાયરલ તાવના કેસો મળી આવતા સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરપુર (જલારામ)નાં આરોગ્ય વિભાગની જુદી જુદી ૧૫ જેટલી ટીમ ઘરે ઘરે જઈ લોકોને સતર્ક કરવાની કામગીરી કરી રહી છે ત્યારે લોકોને પાણીનાં પાત્ર ઢાંકીને રાખવા તથા ઘરે આવતી આરોગ્ય ટીમને સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button