WANKANER:દિવાળીના તહેવારો નિમિત્તે વાંકાનેર તાલુકા પોલીસ એલર્ટ

દિવાળીના તહેવારો નિમિત્તે વાંકાનેર તાલુકા પોલીસ એલર્ટ
“આજના આધુનિક યુગમાં સાઇબર ક્રાઇમ અને કાનૂની માર્ગદર્શન વાંકાનેર ના સિંધાવદર ગામે વિદ્યાર્થીઓને પૂરું પાડતી પોલીસ ટીમ”

વાંકાનેર: વાંકાનેર તાલુકા પંથકમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સતત ફરજ ના ભાગે એલર્ટ રહી છે ત્યારે પરિસ્થિતિને ધ્યાને રાખી તહેવારો નિમિત્તે કડક પેટ્રોલિંગ સાથે આજના આધુનિક યુગમાં સાયબર ક્રાઇમના માધ્યમથી થતા ગુનાહિત પ્રવૃત્તિઓને પણ અટકાવવા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અને સ્થાનિક પોલીસ મથકના પી.એસ.આઇ ના માર્ગદર્શનથી વાંકાનેર તાલુકા પોલીસ ની હદમાં આવેલા
સિંધાવદર ખાતે આવેલ એસ.એમ.પી હાઈસ્કૂલ તથા મદની હાઈસ્કૂલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ મોમજીભાઈ ચૌહાણ દ્રારા સાઈબર એવરનેસ કાર્યક્રમ રાખી સાયબર ક્રાઇમ/ફ્રોડ ના બનતા બનાવો અટકાવવા સારુ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમની તસવીર દ્રશ્યમાન થાય છે








