GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ખરેડા ગામે માતાએ ઠપકો આપતા યુવાને ઝેરી દવા પી લેતા સારવારમા મૃત્યુ

મોરબી ખરેડા ગામે માતાએ ઠપકો આપતા યુવાને ઝેરી દવા પી લેતા સારવારમા મૃત્યુ

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા મૂળ એમપીના બસનેર ગામના રહેવાસીએ ગઇ તા.૨૮/૧૦/૨૩ના રોજ મરણજનાર સુનિલભાઈને તેની માતાએ ઠપકો આપેલ કે ‘તુ પરીવારનુ ધ્યાન રાખતો નથી તારા દિકરાને ત્રણ દિવસથી તાવ આવે છે તેમ છતા સારવારમાં લઇ ગયેલ નથી’ તેમ કહેતા સુનિલભાઈને લાગી આવતા રાત્રીના નવેક વાગ્યે પોતાની જાતે કપાસમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી જતા મોરબીની ખાનગી હોસ્પિ.સારવારમાં ખસેડાયા હતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મરણ જતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








