BODELICHHOTA UDAIPURGUJARAT

બોર્ડની પરીક્ષાને લઈને વિવિધ આધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

છોટાઉદેપુર જિલ્લા કલેકટરશ્રી અનીલ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને છોટાઉદેપુર ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સભ્ય સચિવ જિલ્લા શિક્ષણધિકારીશ્રી આનંદકુમાર પરમાર દ્વારા પરીક્ષાને લગતી વિગતો રજૂ કરવામાં આવી હતી. પરીક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ જેવાકે બિલ્ડીંગ એલોકેશન, સુરક્ષા, સ્ટાફ ફાળવણી તથા અન્ય એજન્ડા મુજબની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ સાથેની સંકલન બાબતે કલેકટરશ્રીએ સૂચનો કર્યા હતા. વિવિધ સંઘના પ્રશ્નો અને રજૂઆતના યોગ્ય જવાબો આપવામાં આવ્યા હતા.

પરીક્ષા સમિતિના સભ્યો જિલ્લા એસપી શ્રી ઈમ્તિહાસ શૈખ, પ્રયોજના વહીવટદારશ્રી સચિન કુમાર, નિવાસી અધિક કલેકટર શ્રી એસ.કે ગોક્લાણી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચોબીસા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પરમાર અને વિવિધ સંઘના હોદ્દેદારો તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button