GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

 

પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી ૧૫ નવેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં ૧૫ નવેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

[wptube id="1252022"]
Back to top button