MORBI:મોરબીમાં લેબોરેટરીના સંચાલક બન્યા સાયબર ફ્રોડનો શિકાર:બેંક ખાતામાંથી ૭૪ હજાર ઉપડી ગયા,ફરિયાદ નોંધાઈ

મોરબીમાં લેબોરેટરીના સંચાલક બન્યા સાયબર ફ્રોડનો શિકાર:બેંક ખાતામાંથી ૭૪ હજાર ઉપડી ગયા,ફરિયાદ નોંધાઈ
મોરબીમાં લેબોરેટરીના સંચાલક સાથે ઓનલાઇન પેમેન્ટ આપવાના બહાને ફોન ઉપર ગુગલ પે એપ્લિકેશનમાં એક અજાણ્યા સાયબર ફ્રોડે પોતાનો ક્રેડિટ નંબર નખાવી ૭૪હજાર થી વધુ રૂપિયા ફ્રોડના ક્રેડિટ કાર્ડના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ગેરકાયદેસર રીતે રૂપિયા ઉપાડી લીધા હતા, જે મામલે લેબોરેટરી સંચાલક દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડ આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા અને વ્યોમ લેબોરેટરીમાં આવતા દર્દીઓના રિપોર્ટ કરવાની કામગીરી કરતા અશોકભાઈ પ્રવીણભાઈ ટુંડીયા ઉવ.૨૯ એ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૭/૦૯/૨૦૨૩ના રોજ અશોકભાઈના મોબાઇલમાં કોલ કરી અજાણ્યા આરોપીએ પોતે આર્મીમા હોવાનુ જણાવી તેમના આર્મી જવાનોની લેબોરેટરી કરાવવાનુ કહેતા ફરીયાદી અશોકભાઈને એડવાન્સ રૂપીયા આપવાનુ કહી ગુગલ પે એકાઉન્ટમા અજાણ્યા આરોપીએ તેના ક્રેડીટકાર્ડના નંબર નખાવી ફરિયાદીના બેન્ક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાથી રૂ.૭૪,૭૦૦/- ઉપાડી લીધા હોય જેની ફરિયાદ પ્રથમ સાઇબર ક્રાઇમ ગાંધીનગર ખાતે ફોન કરીને જાણ કરી હતી ત્યારબાદ આજરોજ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૪૨૦ આઇ.ટી એકટ.૬૬(સી),૬૬(ડી) મુજબ ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે