
તા.૩/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દિવાળી સહિતના તહેવારો નિમિત્તે સમગ્ર રાજકોટ શહેરમાં ફટાકડાના ખરીદ, વેંચાણ તથા ઉપયોગ ઉપર તા. ૨૫ નવેમ્બર સુધી પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે રાજકોટ શહેરમાં વિવિધ નિયંત્રણો મુક્યા છે.

સુપ્રિમ કોર્ટ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ કરી શકશે. વિદેશી ફટાકડાની આયાત અને વેંચાણ કરી શકાશે નહીં. તમામ ઇ-કોમર્સ વેબસાઇટ પર ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. દિવાળી – દેવ દિવાળી તથા અન્ય તહેવાર દરમ્યાન રાત્રીના ૮.૦૦ થી ૧૦ કલાક સુધી ફટાકડા ફોડી શકાશે. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે Petroleum and Explosive Safety Organization (PESO) સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર ફોડવાના સ્થળથી ૪ મીટર સુધીમાં ૧૨૫ db(A) અથવા ૧૪૫ dB(c) પી.કે. થી ઓછો અવાજ પેદા કરે તેવા જ ફટાકડાનો વેચવા/ઉપયોગ કરવાનો રહેશે. Petroleum and Explosive Safety Organtalon (PESO) દ્વારા એવા અધિકૃત માન્ય ફટાકડાના દરેક બૉકસ ઉપર Petroleum and Explosive Safety Organizaton (PESO) સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલ, શાળાઓ, કોલેજો – શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મીક સ્થળો, એરપોર્ટની નજીક ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા કોડી શકાશે નહી.
કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટન (ચાઇનીઝ તુકક્લ, આતશબાજી બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ ઉડાવી શકાશે નહિ. લોકોને અગવડ ઉભી ન થાય, કોઇ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજકોટ શહેરના બજારો, શેરીઓ, જાહેર, રસ્તાઓ, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ, સી.એન.જી. પંપ, એલ.પી.જી, બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.
દિવાળીના તહેવાર દરમ્યાન પ્રદુષણનું પ્રમાણ વધે નહીં તે માટે માત્ર Petroleum and Explosive Safety Organization (PESO) સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા GREEN FIRE CRACKERS નો વેચાણ તથા ઉપયોગ કરી શકાશે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે. આ પ્રતિબંધોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.








