Somnath Trust : નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટી મંડળની ૧૨૨ મી બેઠક રાજભવન ગાંધીનગર ખાતે મળી

નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટી મંડળની ૧૨૨ મી બેઠક રાજભવન ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન ના આહવાહનને અનુસરીને “મેરી મીટ્ટી મેરા દેશ” અંતર્ગત શ્રી સોમનાથ મંદિરના ઈતિહાસ, વીર રસ, અને મંદિરની ધરોહરને ઉજાગર કરતો “મેરી મીટ્ટી મેરા દેશ” નો વિડીયો માન.અધ્યક્ષશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો.શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે માન. નરેન્દ્રભાઈ મોદી ની ૦૫ વર્ષ માટે ટ્રસ્ટી મંડળ દ્વારા વરણી કર્યા બાદ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા.ટેકનોલોજીના માધ્યમથી શ્રી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભકતોની સંખ્યા, ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ, પ્રસાદી વિતરણ જેવી વ્યવસ્થાની જાણકારી માટે ડેશબોર્ડનો શુભારંભ દેશના માન.પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યો. આ ડેશબોર્ડના શુભારંભથી તમામ ટ્રસ્ટીઓ ટ્રસ્ટની વિવિધ કામગીરી અંગેની રોજે રોજની માહિતી ડેશબોર્ડ મારફત મેળવી શકશે.શ્રી રામ નામ મંત્ર લેખન શ્રી રામ મંદિર અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમર્પિત કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના શ્રી રામ મંદિરમાં રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ પુસ્તિકા તૈયાર કરી સૌ આ મહાયજ્ઞમાં જોડાય અને આ પ્રસંગના સાક્ષી બને એ અંગેના અભિયાનનો શુભારંભ સૌ પ્રથમ રામ નામ મંત્ર લખી ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ મહાયજ્ઞનનો શુભારંભ કરાવ્યો.
માન. અધ્યક્ષ ના માર્ગદર્શન હેઠળ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે સોમનાથ ટ્રસ્ટે હરણફાળ ભરી છે તેમજ યાત્રિ સુવિધા, વૃદ્ધો, દિવ્યાંગો માટેની સુવિધા, અન્નક્ષેત્ર, રોજગારી અંગે તેમજ પર્યાવરણ લક્ષી અને પ્રોજેકટ શરુ કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે શ્રી સોમનાથ ટ્રસ્ટે હરણફાળ ભરી(૧) અત્યાધુનિક કેમેરા સાથેની ઈનહાઉસ સીસ્ટમ ઉભી કરી સોશ્યલ મીડીયામાં ફોટો, લાઈવ આરતી, રીલ, કથા જેવા પ્રસંગોનું ટ્રસ્ટની ઓફિશીયલ યુટયુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. જેને કારણે મીડીયાની રીચમાં છેલ્લા ૧૪ માસમાં ૧૨૪ કરોડ જેવી રીચ નોંધાય છે. જેની ટ્રસ્ટી મંડળે નોંધ લઈ હર્ષની લાગણી અનુભવી.(૨) ભગવાન સોમનાથજીની સાથે સાથે શ્રી ભાલકા મંદિર તથા શ્રી રામ મંદિરના લોકો લાઈવ દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટની વેબસાઈટ પર સુવિધા પણ શરુ કરવામાં આવી છે.(૩) ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જરુરીયાત મુજબ સુધારો કરી ટ્રસ્ટની વેબસાઈટને અપડેટ કરી ડાયનેમીક તેમજ યાત્રિ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઈટ પરથી યાત્રિકો ઓનલાઈન રુમ બુકિંગ, પૂજાવિધિ રજીસ્ટ્રેશન, ડોનેશન પણ ઓનલાઈન કરી શકે તેની સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. વેબસાઈટ મારફત ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃતિઓની જાણકારી પણ લોકો મેળવી શકે છે. ઈ-કોમર્સ પ્લેટકોર્ન મારફત ભગવાન સોમનાથજી તથા માતા પાર્વતીજીને ચડાવેલ વસ્ત્ર પ્રસાદીનું ઓનલાઈન વેચાણ પણ શરુ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ પોતાના સ્વજનોને જન્મદિન તેમજ લગ્નદિન જેવા શુભપ્રસંગોએ ઓનલાઈન વાપ્રસાદી તેમજ તેની સાથે શુભેચ્છા સંદેશ પણ પાઠવી શકે તેવી સુવિધા કરવામાં આવી છે.(૪) સોમનાથ વર્તમાન માસિક સામયીકમાં લેખ સાંભળવા માટે કયુ.આર. કોડ મુકી ઓડીયો બુક તૈયાર કરવામાં આવી છે. જેથી વૃદ્ધો તેમજ દિવ્યાંગો સરળતાથી લેખ સાંભળી શકે.(૫) દેશ અને દુનિયાના ભક્તોને ટેકનોલોજીના ઉપયોગથી ઝુમ એપના માધ્યમથી ઓનલાઈન સામુહિક મહાપૂજા, તેમજ ઓનલાઈન પૂજાનો સંકલ્પ કરાવવામાં આવી રહ્યો છે.(૬) વસુધૈવ કુટુંબકમ સોમેશ્વર પૂજન અભિષેક કાર્યક્રમ દ્વારા વર્ચુઅલ માધ્યમથી ૨૧ દેશના ભક્તોને એક પ્લેટફોર્મ પર લાવી પુજાના માધ્યમથી જોડવામાં આવ્યા હતા.શ્રી સોમનાથ ટ્રસ્ટના પર્યાવરણ લક્ષી પ્રોજેકટો(૧) શ્રી સૌમનાથ મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવતા બિલ્વપત્ર, ફુલ, પુષ્પ એકઠા કરી તેમાંથી ખાતર બનાવવાનું શરુ કરવામાં આવ્યું.
(૨) ટ્રસ્ટના ભોજનાલયો, અન્નક્ષેત્રમાંથી નીકળતા ફુડવેસ્ટને એકઠો કરી તેમાંથી પણ ખાતર બનાવવામાં આવે છે.(૩) ટ્રસ્ટના અતિથિગૃહો, મંદિરો, પાર્કિંગ વિગેરે જગ્યાઓમાંથી કચરો એકઠો કરી કચરાનું વર્ગીકરણ કરી વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે.(૪) શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિરમાં અભિષેક કરવામાં આવતા જળને એફલુન્ટ ટ્રીટમેન્ટ દ્વારા ત્રણ સ્તરે શુદ્ધિકરણ કરી આ પાણીને સોમગંગા તરીકે કાચની બોટલમાં પેક કરી વિતરણ કરવામાં આવી રહેલ છે.(૫) શ્રી સોમનાથ મંદિરના અતિથિગૃહો, પાર્કિંગ, પે એન્ડ યુઝ ટોઈલેટ વિગેરેમાંથી નીકળતા પાણીનું એસ.ટી.પી. પ્લાન્ટ મારફત શુદ્ધિકરણ કરી શુદ્ધ થયેલ પાણીનો ટ્રસ્ટના બાગ બગીચામાં ઉપયોગ કરી ઝીરો ડીસ્ચાર્જ કરવામાં આવી રહેલ છે. આજ દિન સુધીમાં ૯,૫૭,૯૫,૧૦૦ લીટર પાણી શુદ્ધ કરી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.(૧) સોમનાથના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે અન્નક્ષેત્ર શરુ કરી મીઠાઈ સાથેની ભોજનની થાળીની વ્યવસ્થા શરુ કરી, જેમાં આજ દિવસ સુધી ૧૭.પ૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ભોજનનો લાભ લીધો.(૨) ભગવાનને ૨૬૦૦ કિલો કેરીનો મનોરથ કરી તે કેરીની પ્રસાદી વેરાવળ તાલુકાના ૧૦,૦૦૦ આંગણવાડીના બાળકોને પ્રસાદ તરીકે કેરી વિતરણ કરવામાં આવી.(૩) શ્રી સોમનાથ મંદિર ખાતે વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિના મુલ્યે ગોલ્ફકાર્ટ સુવિધા, વૃદ્ધો અને દિવ્યાંગો માટે લીફટની સુવિધા, તેમજ વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ દર્શનની સુવિધા શરુ કરાવી.(૪) ભગવાન સોમનાથની નવી પાઘ પૂજા શરુ કરવામાં આવી.(૧) સાડી તથા પિતાંબરમાંથી પાધ તૈયાર કરવામાં આવે છે.(૨) પાય પૂજા બાદ પાઘમાંથી નીકળેલ સાડી તેમજ પિતાંબર ગુજરાતના ૨૨ જીલ્લાઓમાં ૭૦૦૦ જેટલા જરૂરીયાતમંદોને જીલ્લા કલેકટરોના સહયોગથી વસ્ત્રો ભગવાન સોમનાથજીની પ્રસાદી સાથે પહોંચાડવામાં આવ્યા.(૫) શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં ૧૭૯ જેટલી ગીર ગાયનો ઉત્તમ રીતે ઉછેર કરવામાં આવી રહેલ છે. ખેડૂતોમાં ગાય સંવર્ધન અંગે જાગૃતિ આવે તે માટે ખેડુતોની શિબિર યોજી માર્ગદર્શન આપવાની કામગીરી, ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે ગાયના પાલનથી આર્થિક ઉપાર્જન થાય તે અંગે ગૌમુત્ર, ગોબર વિગેરેના ઉપયોગ અંગે સમજણ આપવામાં આવે છે.(૬) યજ્ઞ સંસ્કૃતિની પુનઃ સ્થાપના માટે ગૌશાળાના ગોબરમાંથી લયજ્ઞ કીટ તૈયાર કરી શ્રદ્ધાળુઓ રોજે રોજ યજ્ઞ કરી શકે તે માટેની લઘુયશ કીટ સ્થાનિક સ્વસહાય જૂથની બહેનો મારફત તૈયાર કરી બહેનોને રોજગારી અપાવવાની કામગીરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી.(૭) સોમનાથ મંદિરેથી યાત્રિકો શુદ્ધ અને હાઈજેનીક (આરોગ્ય વર્ષક) પ્રસાદ લઈ જઈ શકે તે માટે એ-ગ્રેડનું મટીરીયલ પ્રસાદ બનાવવા માટે વાપરવામાં આવે છે તેમજ પ્રસાદ તૈયાર થયા બાદ તેનું લેબોરેટરી ટેસ્ટીંગ પણ કરવામાં આવે છે. તેમજ પ્રસાદ તૈયાર થયે તેની ઉપર બેંચ નંબર નાખી ફીફા પદ્ધતિથી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.(૮) સોમનાથમાં આવતા યાત્રિકોને વ્યાજબી ભાવે રહેઠાણ, ભોજન વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.(૯) સોમનાથ તીર્થધામમાં આવીને શ્રદ્ધાળુઓ તીર્થમાં સેવાપુજીનો સારી રીતે લાભ લઈ શકે તે માટે વિવિધ પૂજાઓમાં શુદ્રઢીકરણ કરીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે.(૧૦) સોમનાથ મંદિર જેવા જ મહત્વના શ્રી ગોલોકધામ તીર્થ ખાતે પણ શ્રદ્ધાળુઓ શ્રીકૃષ્ણ ચરણ પાદુકાનો અભિષેક પૂજન કરી શકે તે માટે પણ પૂજાવિધિ શરુ કરવામાં આવી છે.(૧૧) ગોલોકધામ જવા માટે બસની વ્યવસ્થા પણ શરુ કરવામાં આવી છે.(૧૨) શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિઓ માટે દર્શન, કલોકરુમ, ગોલ્ફકાર્ટ સુવિધા, અન્નક્ષેત્ર, વ્યાજબી દરે રહેઠાણ વ્યવસ્થા જેવી અનેક સુવિધાઓ માટે કરોડોના ખર્ચે વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને અતિથિ દેવો ભવઃ ના સુત્રને ચરીતાર્થ કરવામાં આવી રહ્યો છે. તીર્થધામમાં વધતી જતી સુવિધાને કારણે યાત્રિકોની સંખ્યા વર્ષે ૦૧ કરોડને પહોંચી છે.(૧૩) મીટીંગ દરમ્યાન માન.અધ્યક્ષદ્વારા તીર્થધામમાં વૃદ્ધો, દિવ્યાંગો તેમજ શ્રદ્ધાળુઓ માટે ઉત્તમ સુવિધા ઉભી કરવા માટે જે પણ પ્રયત્નો કરવાના થાય તે માટે ટ્રસ્ટ પ્રતિબદ્ધ છે, તેમ જણાવ્યું હતું.વર્ષ ૨૦૨૨-૨૩ ના હિસાબો મંજુર કરવામાં આવ્યા. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઈન્ટરનલ / સ્ટેચ્યુટરી ઓડીટર અને જી.એસ.ટી. કન્સલટન્ટને ૦૧ વર્ષ માટે પુનઃ નિમણુંક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.દેશની આઝાદી બાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરની સ્થાપના અગાઉ દુરંદેશીથી ભવિષ્યમાં યાત્રિ સુવિધાઓ અંગેના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખી જે તે વખતે રૂા.૨,૬૧,૨૨૮.૦૪ પૈસા (અંકે બે લાખ એકસાંઈઠ હજાર બસો અઠયાવીસ અને ચાર પૈસા) જેવી મોટી રકમ હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા ટ્રસ્ટને દાનમાં મળી જ રકમ ચુકવીને આસપાસની જમીનોનું સંપાદન કરવામાં આવ્યું હતું. જે સનાતન હિન્દુ સંસ્કૃતિના ઉમદા પણાની છાપ આપી જાય છે. સંસ્કૃતીના ઉત્થાન માટે આપણા પૂર્વજોએ તેમની ખુન-પસીનાના પૈસાથી ખરીદીને લીધેલ આ જમીનનું રક્ષણ કરવાની જવાબદારી પણ આપણી છે ઉપરોકત રકમની આજના દિવસે કિંમત ૧૬૦૦ કરોડથી વધારે આંકી શકાય. મંદિરની આસપાસ સંપાદન કરાવેલ જમીનોમાં ટ્રસ્ટ ડીડમાં નિયત કરેલ ઉદ્દેશોને અનુરુપ સંસ્કૃત પાઠશાળા, સંસ્કૃત મહાવિદ્યાલય, યાત્રિકો માટેની રહેઠાણ સુવિધાઓ, ભોજનાલય, અન્નક્ષેત્ર, પાર્કિંગ જેવી અનેક સુવિધાને ધ્યાનમાં રાખી આ જમીનોનું સંપાદન કરવામાં આવેલ હતું અને તે પ્રમાણે તેનો ઉપયોગ પણ કરવામાં આવી રહેલ છે.
માન.અધ્યક્ષના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ ઉપરોકત કામગીરીઓથી ટ્રસ્ટી મંડળને મીટીંગ દરમ્યાન અવગત કરવામાં આવ્યા. જેની ટ્રસ્ટી મંડળે સહર્ષ નોંધ લીધી.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










