GUJARATJETPURRAJKOT

Rajkot: ફોટાવાળી મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરાયો

તા.૩૦/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આગામી સમયમાં યોજાનાર ચુંટણીને અનુલક્ષીને ફોટાવાળી મતદારયાદીની વાર્ષિક સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અનુસાર તા.૨૭/૧૦/૨૦૨૩ (શુક્રવાર) થી તા.૦૯/૧૨/૨૦૨૩ (શનીવાર) સુઘી હકક-દાવા અને વાંઘા અરજીઓ રજૂ કરવાના સમયગાળા દરમિયાન તા.૦૪/૧૧/૨૦૨૩, તા.૦૫/૧૧/૨૦૨૩, તા.૦૨/૧૨/૨૦૨૩ તથા તા.૦૩/૧૨/૨૦૨૩ ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવા નકકી કરવામાં આવેલ હતું. જેમાં ફેરફાર કરીને હવે તા.૦૪/૧૧/૨૦૨૩ના બદલે તા.૨૬/૧૧/૨૦૨૩ના રોજ ખાસ ઝુંબેશ તરીકે આયોજન કરવામાં આવેલ છે અને બાકિના દિવસો યથાવત રહેશે, તેમ રાજકોટના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button