તા.૩૦/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મદદનીશ નિયામક રોજગારની કચેરી, રાજકોટ દ્વારા આગામી તા.૦૩/૧૧/૨૦૨૩ના રોજ સવારે ૯:૦૦ કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે. જેમાં ૨૦ જેટલા ખાનગી એકમોના પ્રતિનિધિ ઉપસ્થિત રહી ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરશે, ઉપસ્થિત રહેનારા નોકરીદાતા અંગેની વધુ વિગત રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ “Emp Rajkot” પર ઉપલબ્ધ છે. આ રોજગાર ભરતીમેળામાં કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકશે. વધુ માહિતી માટે મદદનીશ નિયામક રોજગારની કચેરી, ૧/૩, બહુમાળી ભવન, રાજકોટનો રૂબરૂ અથવા ફો.નં. ૦૨૮૧-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક રોજગાર, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








