
તા.૨૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રૈયાધાર વિસ્તારમાં કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ કરાયેલી ડીમોલિશન કામગીરી
Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રૈયાધાર વિસ્તારની અંદાજે રૂ. ૧૮ કરોડની કિંમતી સરકારી જમીન પરનુ દબાણ દૂર કરાયુ હતુ.
રાજકોટ શહેરના ઈન ચાર્જ મામલતદારશ્રી (પશ્ચિમ) આર.બી.ગઢવી, સર્કલ ઓફિસર તથા સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રૈયાધારની સરકારી ખરાબાની સર્વે નં ૩૧૮ / ૧ પૈકી ૧ ની કુલ અંદાજિત ૩૫૦૦ ચો.મી. જમીન સંદર્ભે ડિમોલીશન કામગીરી હાથ ધરાઈ હતી અને આ જમીન પરનું દબાણ દૂર કરાયું હતું, જેમાં જેટકોના રૈયાધાર ૬૬ કે.વી. સબ સ્ટેશનને ફાળવવાની થતી ૧૮૫૦ ચો.મી. જમીનનો સમાવેશ થાય છે. આ જમીનની અંદાજિત બજાર કિંમત ૧૮ કરોડ રૂપિયા થાય છે, આ જમીન આજરોજ દબાણમુક્ત કરવામાં આવેલ છે તથા તેનો ખુલ્લો કબજો જેટકોને સોંપવામાં આવેલ છે, તેમ મામલતદારશ્રી રુદ્ર ગઢવી ની યાદીમાં જણાવાયું છે.