GUJARATRAJKOTVINCHCHHIYA

Rajkot: સ્વચ્છતા એ જ સેવાઃ વિંછિયા તાલુકાની વિવિધ શાળાઓમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ

તા.૨૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“સ્વચ્છ ગ્રામ, સુંદર ભારત”ની નેમ સાથે આંગણવાડીઓ, ગામોના વિવિધ વિસ્તારોમાં થયેલ સફાઈ

Rajkot: “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત વિંછિયા તાલુકાના વિવિધ ગામોમાં “સ્વચ્છ ગ્રામ, સુંદર ભારત”ની નેમ સાથે સ્વચ્છતા ચાલી રહી છે. અહીં તબક્કાવાર આયોજનપૂર્વક વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે.

વિંછિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.ડી.વાણીયાના માર્ગદર્શનમાં તાલુકાના વિવિધ ગામો-વિસ્તારોમાં સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. આજે વિંછિયામાં વિવિધ શાળાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફે મળીને “સ્વચ્છતા એ જ સેવા”ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ સાથે નકામો કચરો દૂર કરીને વિવિધ વિસ્તારોની કાયાપલટ કરાઈ હતી. ઉપરાંત આંગણવાડીઓ તેમજ વિવિધ ગામોના વિવિધ વિસ્તારો, ચાર રસ્તાઓને કચરામુક્ત કરીને સ્વચ્છ બનાવાયા હતા.

[wptube id="1252022"]
Back to top button