તા.૨૫/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં નશાબંધીને લગતા ગુનાઓ અટકાવવા, માદક દ્રવ્યોના સેવનની પ્રવૃત્તિ પર નિયંત્રણ મુકવા તથા નાર્કોટિક્સની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે શહેર પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં, ૨૬મી ઓક્ટોબરે રાજકોટ પોલીસ કમિશનરશ્રી કચેરી ખાતે નાર્કો કો ઓર્ડીનેશન સેન્ટર કમિટીની મિટિંગ યોજાશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં નાર્કો કો ઓર્ડિનેશન સેન્ટર કમિટીની રચના કરવામાં આવી છે.
જેમાં સભ્યો તરીકે કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ વિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી,વનવિભાગ, ખેતીવાડી વિભાગના પ્રતિનિધિ, કસ્ટમ/જી.એસ.ટી.ના આસિ. કમિશનર/ડે.કમિશનર, પ્રાંત અધિકારી, જિલ્લા ડ્રગ ઇન્સ્પેક્ટર તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. આ કમિટીની મિટિંગમાં તમામ સભ્યોને નિયત સ્થળે સમયસર ઉપસ્થિત રહેવા ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું છે.