GUJARATJETPURRAJKOT

Rajkot: રાજયકક્ષાની શાળાકીય સ્વીમીંગ અને ડાઈવીંગ સ્પર્ધા યોજાઇ, રાજ્યના ૫૫૦ તરવૈયાઓએ ભાગ લીધો

તા.૨૫/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા (SGFI) દ્વારા રાજ્યકક્ષાની સ્વિમિંગ અને ડાઈવિંગ ત્રિદિવસીય સ્પર્ધાનું સરદાર પટેલ સ્નાનાગાર ખાતે આયોજન કરાયું હતું.

ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી રાજકોટ દ્વારા સંચાલીત રાજયકક્ષાની સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અંદાજિત ૩૫૦ બોયઝ અને ૨૦૦ ગર્લ્સ મળી કુલ ૫૫૦ તરવૈયાઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર- ૧૪, ૧૭ અને અંડર- ૧૯ના સ્પર્ધકોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં વિજેતા બનનાર પ્રથમ અને દ્વિતીય ક્રમાંકના સ્પર્ધકો રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

આ તકે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વી.પી.જાડેજા, ચીફ રેફરીશ્રી પ્રકાશભાઈ સારંગ, કોમ્પિટીશન કન્વીનરશ્રી વિપુલભાઈ ભટ્ટ, શ્રી મેહુલભાઈ મિસ્ત્રી તેમજ આરોગ્ય વિભાગની ટીમ, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ ખડે પગે ઉપસ્થિત રહી હતી.

[wptube id="1252022"]
Back to top button