GUJARATJETPURRAJKOT

Rajkot: જામકંડોરણા, જેતપુર, ધોરાજી, ઉપલેટા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક સ્થાનો, શાળાઓ સહિત જાહેર સ્થળોએ હાથ ધરાઈ સ્વચ્છતા ઝુંબેશ

તા.૨૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: “સ્વચ્છતા હી સેવા” અભિયાન જનભાગીદારી થકી લોકઅભિયાન બન્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજનબદ્ધ થીમ આધારિત દર અઠવાડિયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

સ્વચ્છતા ઝુંબેશ અન્વયે તા. ૨૨ ઓકટોબર, રવિવારના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, જેતપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ધાર્મિક સ્થાનોએ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામવાસીઓનાં શ્રમદાન થકી ગામમાં આવેલા જાહેર ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, જાહેર સ્થળો સહિત શાળાઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જામકંડોરણા, જેતપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એમ.ભાસ્કર, ધોરાજી તાલુકા વિકાસ અધિકારીશ્રી જયશ્રીબેન જે. દેસાઈ, ઉપલેટા તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસિંહ પરમારનાં દિશાનિર્દેશ હેઠળ સંબધિત તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ સમગ્ર રાજયને સ્વચ્છ અને સુઘડ બનાવવાં સઘન સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા ઠેર ઠેર જનભાગીદારી થકી સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

[wptube id="1252022"]
Back to top button