BHARUCHGUJARATNETRANG

નેત્રંગ પંથકમાં આધુનિક સુવિધા સભર ખર્ચાળ ગરબા ના બદલે પારંપરિક અને શેરી ગરબા નો દબદબો યથાવત છે

 

*નેત્રંગ તાલુકાના ગામડાઓમાં અંકલેશ્વર ભરૂચ અન્ય શહેરોના પાસ સિસ્ટમ ગરબાનો મોહ છોડી ખેલૈયાઓએ શેરી રાસ ગરબાની જ પરંપરા જાળવી રાખી છે.*

 

*નેત્રંગ ટાઉનના ગાંધી બજાર ખાતે માઇ મંડળ દ્વારા આયોજીત ગરબામાં બાળ અબાલ વૃદ્ધ યુવાન યુવતીઓ પગરખાં વિના મન મૂકીને ગરબે ઝુમે છે.*

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૩/૧૦/૨૦૨૩

 

નવરાત્રી મહોત્સવ એટલે માં ભગવતી ની આરાધનાનું ઉત્તમ પર્વ મનાઈ છે, યુવાનો યુવતીઓ નવ દિવસ ખૂબ ઉત્સાહથી ગરબા અને રાસ રમતા હોય છે, અંકલેશ્વર ભરૂચ જેવા અને અન્ય શહેરોની વાત કરીએ તો અલગ અલગ ગ્રુપો દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ભાગ લેવા ખિસ્સા ખાલી થઈ જાય તેટલી ટિકિટના દર હોય છે, ઉપરાંત ગામડેથી શહેરમાં જવા માટે સમય અને નાણા બંનેનો વ્યય થાય છે, શહેરોમાં કેટલાક ગરબા મહોત્સવમાં ખાણીપીણીના સ્ટોલો હજારો રૂપિયાના ભાડે આપી ધંધો કરવામાં આવતો હોય છે અને તે સ્ટોલોના વેપારીઓ દ્વારા ખાણીપીણી ના ભાવ પણ ડબલ વસૂલ કરવામાં આવે છે જે સામાન્ય લોકોને પોસાય તેમ નથી હોતું, ઝઘડિયા તાલુકાના ગામડાઓમાં આજે પણ આવા અનેક કારણોસર શેરી ગરબા અને ગ્રુપ ગરબાના આયોજનો યથાવત રહ્યા છે, ઝઘડિયા પંથકમાં ગામેગામ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, ગામના ચોકમાં અથવા શેરીઓમાં આવા પારંપરિક આયોજનો થાય છે, આવા આયોજનોમાં બાળ અબાલ વૃદ્ધ યુવાન યુવતીઓ મન મૂકીને ગરબે ઝુમતી હોય છે, શહેરોના ખર્ચાળ ગરબા મહોત્સવને નેવી મૂકી એક પારંપરિક અને ધાર્મિક માહોલમાં ગામડાઓમાં આજે પણ નવરાત્રી મહોત્સવની પરંપરા આજના અધતન યુગના યુવાનો યુવતીઓએ જાળવી રાખી છે

 

નેત્રંગ ટાઉનના ગાંધી બજાર સ્થિત માઇ મંડળ દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી આ જ પ્રમાણે માઇ ચોક ખાતે શેરી ગરબાનું સરસ મજાનુ આયોજન કરવામાં આવે છે,સાઈ સ્ટરેઓ સર્વિસ કડોદનાં જયદીપ હિતેશભાઈ રાણા દ્વારા ડી.જે નાં સથવારે ખેલૈયાઓને મન મુકીને મોજ કરાવી રહ્યા છે, જેમાં યુવાનો યુવતીઓ મહિલાઓ ભારે ઉત્સાહથી ગરબે ઝુમે છે અને રાસ ડાંડીયા પણ રમે છે. ગામડાઓમાં થતા ગરબાઓમાં કોઈ પ્રકારના ન્યુસન્સ જોવા મળતા નથી જેના કારણે આપણું યુવા ધન પણ સંસ્કારોને વળગી રહી આ ધાર્મિક પ્રસંગની ઉજવણી ધાર્મિક માહોલમાં જ કરે છે.

 

ગામડાઓમાં થતા શેરી ગરબા અને ગ્રુપ ગરબાઓમાં ભલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા ચેનલોમાં લાઈવ ન દેખાતા હોય પરંતુ ખરી ધાર્મિક પારંપરિક ગરબાની મજા આવા નવરાત્રી મહોત્સવમાં જ જોવા મળતી હોય છે.

 

નવરાત્રિ પર્વ નિમિતે નેત્રંગ પોલીસ થકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પી.એમ.આઈ. આર.આર.ગોહિલ તેમજ સ્ટાફ થકી રાખવામાં આવી રહી છે. નગર સહિત તાલુકા ભરમાં ભકિતમય માહોલમાં શાંતિમય વાતાવરણમાં માતાજી ની પુજા અર્ચના કરી હતી.

[wptube id="1252022"]
Back to top button