
તા.૨૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં “તાલુકા કક્ષાની કળશ યાત્રા”નો કાર્યક્રમ જેતપુર ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ તકે ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાએ પ્રસંગોચિત ઉદબોધન કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના કુશળ અને સફળ નેતૃત્વમાં દેશ અને રાજયની થયેલી પ્રગતિનો ચિતાર આપ્યો હતો. દેશનાં વીરોને સમર્પિત આ અભિયાનમાં જેતપુરની જાહેર જનતા ઉત્સાહભેર જોડાઈ તે માટે આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

આ કળશ યાત્રા ડી.જે.ના તાલે, હાથમાં તિરંગા સાથે તાલબધ્ધ રીતે તાલુકા સેવા સદન થી લઈને તાલુકા પંચાયત ખાતે પહોંચી હતી. જયાં તાલુકાના કળશનું શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજન ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા અને ઉપસ્થિત મહાનુભાવોનાં વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું ત્યારબાદ તાલુકાના તમામ ૪૮ ગામના કળશની પવિત્ર માટીને તાલુકાના “અમૃત કળશ”માં એકત્રિત કરવામાં આવી હતી.
આ તકે જેતપુર-જામકંડોરણા તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એમ.ભાસ્કરએ પ્રાસંગિક ઉદબોધન તથા કાર્યક્રમ ની રૂપરેખા વર્ણવી હતી. દેશભક્તિની ભાવનાને ઉજાગર ઉત્સાહભેર કળશયાત્રાની ઉજવણી કરીને ઉપસ્થિત સર્વેએ ભારતમાતાનો જયઘોષ, રાષ્ટ્રગાન અને પંચપ્રાણ પ્રતિજ્ઞા લઈને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

આ કળશ યાત્રામાં જેતપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી મનિષાબેન પરમાર, તાલુકા કારોબારી અધ્યક્ષાશ્રી નીતાબેન ગુંદારીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ. એમ. ભારકર, જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી પી.જી.કયાડા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી સુભાષભાઈ બાંભરોલીયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ ડોબરીયા તથા તમામ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, તમામ ગામનાં સરપંચો, સદસ્યો, અગ્રણીશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત તાલુકા ક્ક્ષાના તમામ વિભાગોનાં અધિકારીશ્રીઓ, કર્મચારીઓ સહિત ૩૫૦ થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.








