Dhannipur-Masjid : અયોધ્યા રામ મંદિરની જેમ ધન્નીપુર મસ્જિદનો શિલ્યાન્યાસ કરે પીએમ મોદી, મુસ્લિમ સમુદાયે સર્વસંમતિથી કરી આ માંગ
રામ મંદિરના ભૂમિપૂજનની જેમ અયોધ્યાનો મુસ્લિમ સમુદાય ધન્નીપુર મસ્જિદનો શિલાન્યાસ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરાવવા ઈચ્છે છે. અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, મુસ્લિમ સમાજનો તર્ક છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તો એ જ સુપ્રીમ કોર્ટે પોતે મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપી છે, તો રામ મંદિરના ભૂમિપૂજનની જેમ વડાપ્રધાને મસ્જિદનું પણ ભૂમિપૂજન કરવું જોઈએ.
જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ જન્મભૂમિ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા વિધિ કરશે. જેને લઈને મુસ્લિમ સમુદાય પણ ખુશ છે. મુસ્લિમ સમુદાયના બુદ્ધિજીવીઓનું કહેવું છે કે જે રીતે ભારત અને અયોધ્યાનો વિકાસ થઈ રહ્યો છે, તેવી જ રીતે સુપ્રીમ કોર્ટના આદેશ પર મુસ્લિમોને આપવામાં આવેલી જમીન પર મસ્જિદ પણ વડાપ્રધાન દ્વારા બનાવવી જોઈએ. પીએમ મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાના ઉદ્ઘાટન માટે અયોધ્યા આવી રહ્યા છે. અમારી માંગ છે કે ધાનીપુર મસ્જિદનો શિલાન્યાસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે.
મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે તેમના હાથે જ મસ્જિદનું ઉદ્ઘાટન પણ થવું જોઈએ. મુસ્લિમ ધર્મગુરુ મુફ્તી અબ્દુલ્લા બાદશાહ ખાન, ઈન્ડિયન મુસ્લિમ લીગના કાર્યવાહક પ્રદેશ અધ્યક્ષ ડો. નઝમુલ હસન ગની અને ઈન્ડિયન મુસ્લિમ લીગના જિલ્લા અધ્યક્ષ મોહમ્મદ ઈસ્માઈલ અન્સારીએ આ માંગ ઉઠાવી છે.
હકીકતમાં હવે ધન્નીપુર મસ્જિદનો નકશો પણ બદલી નાંખવામાં આવ્યો છે. હવે ગુંબજ આકારની મસ્જિદ બનાવવામાં આવશે અને આ મસ્જિદ મોહમ્મદ સાહેબના નામ પર હશે. અગાઉ તેનો નકશો મસ્જિદથી કંઈક અલગ પ્રકારનો બનાવ્યો હતો પરંતુ મુંબઈમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાતા તેનો નકશો બદલવામાં આવ્યો છે. રામ મંદિર-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર રાજ્ય સરકારે રામજન્મભૂમિથી લગભગ 25 કિલોમીટર દૂર લખનૌ હાઈવે પર ધન્નીપુર ગામે મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપી છે.












