GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવેલ માઇ ભક્ત નું હૃદય રોગના હુમલાથી મોત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૯.૧૦.૨૦૨૩

 

યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવેલ માઇ ભક્તનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું.પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાટપુર ગામના બારીયા ફળિયામાં રહેતા માઇ ભક્ત ભલાભાઈ દલસુખભાઈ બારીયા ઉ.વ 48 ના ઓ આજે ગુરુવાર ની વહેલી સવારે મિત્રો સાથે માતાજીના દર્શને આવ્યા હતા. તેઓ એ સવારે અઢી વાગ્યાના સમય ગાળા દરમ્યાન પાવાગઢ તળેટી થી ચાલવાનું શરુ કર્યું હતું.અને માંચી થી થોડે ઉપર પોંહચતા ભલાભાઈ ને છાતીમાં થોડોક દુખાવો થતા સાથે આવેલ મિત્ર ને જનાવ્યું હતું. જેથી ત્યાંજ થોડો આરામ કરવા બેઠા હતા.ત્યારબાદ તેમને સારું લગતા આગળ ચાલવાનું શરુ કરું હતું.ત્યારબાદ સવાર ના સાડા ચાર વાગ્યા ના સમય ગાળા દરમ્યાન મેલડી માતાના વિસામા પાસે ભલાભાઈ ને અચાનક ચક્કર આવી જતા પગથીયા ઉપર પડી જતા તેઓ ને બાજુમાં સુવડાવી દીધા હતા.ત્યારે પોલીસ આવી ગઈ હતી.અને તાત્કાલિક તેમને પાવાગઢ માંચી ખાતે લઇ જઈ ખાનગી વાહન માં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યા હતા.પરંતુ ભલાભાઈ ને પુરી સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ફરજ પર ના ડોક્ટરે તેમને હૃદય રોગના હુમલા થી મોત થયું હોવાનું જણાયું હતું.આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ કરાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે માતાજીના દર્શન માટે આવેલ માઇ ભક્ત નું હૃદય હુમલા થી મોત નિપજતા મોરવા હડફ તાલુકાના નાટપુર ગામના બારીયા ફળિયામાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

[wptube id="1252022"]
Back to top button