GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ના મહેન્દ્રનગર ચોકડી પાસે વેલકમ સ્પામાં કુટણખાનુ ઝડપાયું

MORBI:મોરબી ના મહેન્દ્રનગર ચોકડી પાસે વેલકમ સ્પામાં કુટણખાનુ ઝડપાયું

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ૩ શખ્સોની ધરપકડ કરી હતી. જયારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને કાયદાના સકંજામાં લેવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે મહેન્દ્રનગર ચોકડી પાસે શીવ કોમ્પલેક્ષમા આવેલ હરીઓમ નાસ્તા ઉપર પહેલા માળે વેલકમ સ્પામાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આરોપીઓ જયેશભાઇ મોહનભાઇ પરડવા, વિમલભાઇ લલીતભાઇ અગ્રાવત, પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોર બહારથી રૂપલલનાઓને બોલાવીને સ્પાની આડમાં કુટણખાનું ચલાવી ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરા પાડતા મળી આવ્યા હતા.

જેથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને પોલીસ તપાસમાં આરોપી મુકેશભાઇ ઘોઘાભાઇ સુરેલાનું પણ નામ ખુલ્યું હતું. જે દરોડા દરમ્યાન ઘટના સ્થળે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આ રેઇડમાં સ્પા માંથી રોકડ રૂ.૫૬૦૦, મોબાઇલ નંગ-૦૩ કિંમત રૂ.૫૨૦૦૦ તથા કોન્ડોમ નંગ-૩૯ મળી કુલ રૂ.૫૭૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જ્યારે આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શેન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી),મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button