GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ગ્રામ્ય પોલીસે કૌટામેડા ગામેથી ભારતીય બનાવટ નો 3,84,000/- વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૮.૧૦.૨૦૨૩

હાલોલ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના કૌટામેડા ગામે થી ભારતીય બનાવટ નો 3,84,000/- વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જોકે પોલીસ રેડ દરમ્યાન આરોપી મળી ન આવતા પોલીસે આરોપી સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ ગ્રામ્ય પોલીસનાં પીઆઈ આર.એ.જાડેજાને પાકી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના કૌટામેડા ગામે રહેતો મહોબતસિંહ જસવંતસિંહ ચૌહાણ વિદેશી દારૂ મંગાવી પોતાના ઘરમાં તથા બાજુમાં તથા ઘરના આગળ આવેલા ઘાસ ના પૂડાઓમાં સંતાડી રાખેલ છે.તે બાતમીના આધારે પોલીસે જુદી જુદી ટુકડી બનાવી બાતમીવાળી જગ્યાએ છાપો મારતા ભારતીય બનાવટ ની વિદેશી દારૂની નાની મોટી થઇ 2832 બોટલો રૂ.3,84,000/- જથ્થો મળી આવતા પોલીસે આરોપી મહોબતસિંહ જસવંતસિંહ ચૌહાણ ની શોધખોળ કરેલ પરંતુ રેડ દરમ્યાન આરોપી મળી નહિ આવતા પોલીસે મહોબતસિંહ જસવંતસિંહ ચૌહાણ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી આવ્યું છે.ગ્રામ્ય પોલીસે હાલોલ તાલુકાના કૌટામેડા ગામે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂનો ધંધો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

[wptube id="1252022"]
Back to top button