GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ- તારાપુર દરવાજે ભક્તોનો જમાવડો વધી જતા ચક્કાજામ,પોલીસ સતર્કતાથી દુર્ઘટના અટકી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૬.૧૦.૨૦૨૩

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતાએ તારાપુર દરવાજો જે બિલકુલ સાંકડો હોય જ્યાંથી મોટી સંખ્યામાં ભક્તો ની અવર જવર વહેલી સવારે શરૂ થતા સાંકડા તારાપુર દરવાજા વિસ્તાર યાત્રાળુઓથી ચક્કા જામ થયો હતો.જોકે પોલીસની સતર્કતા કોઈ દુર્ઘટના ઘટી નહોતી.જોકે પ્રથમ નોરતા ના બનાવ થી લાગતુ વળગતું તંત્ર ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા પગલા ભરે તેવી સમયની માંગ છે.આસો નવરાત્રીના પ્રથમ નોરતાએ એટલે કે રવિવાર ના રોજ પાવાગઢ ખાતે અઢી લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. જેઓ વહેલી સવારે માચીથી ડુંગર તરફ પ્રયાણ કરતા હતા તે દરમિયાન ડુંગર પરથી વહેલી સવારના માતાજીના દર્શન કરી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ નીચે આવી રહ્યા હતા.તે દરમિયાન સવારના સાત કલાકની આસપાસ તારાપુર દરવાજા ખાતે દરવાજો સાંકડો હોય એટલે કે અંદાજિત પાંચ થી છ ફૂટ જેટલો પોહળો દરવાજો છે. તે જગ્યા પર સામસામે ભક્તો આવી જતા બંને તરફ ભક્તોનો જમાવડો થતાં ચક્કા જામ સર્જાયું હતું. જોકે સમયસર પોલીસે સતર્કતા દાખવી તાબડતોબ પોલીસ પહોંચી જતા પાંચ કલાક જેટલી ભારે જહમત બાદ યાત્રાળુઓ સુરક્ષિત રીતે બંને તરફ પહોંચ્યા હતા.જેને લઈને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.યાત્રાધામ પાવાગઢ ખાતે ઐતિહાસિક ધ્વજા રોહણ બાદ યાત્રાળુ ઓ ની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે માંચી થી ડુંગર પર ચાલીને જવા વાળો વર્ગ લાખોની સંખ્યામાં છે.ત્યારે માંચી થી ડુંગર પર જતા રસ્તામાં આવતા તારાપુર દરવાજા ની નીચેથી દરવાજો બિલકુલ સાંકડો હોય મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો હોય તો આ પ્રકારના દ્રશ્યો અવાર નવાર જોવા મળે છે.જેથી આ ઐતિહાસિક તારાપુર દરવાજો પહોળો કરવો અથવા બાજુમાંથી બીજો એક માર્ગ યાત્રાળુઓ અને માટે બનાવવો અત્યંત આવશ્યક છે.જેનાથી ભવિષ્યમાં દુર્ઘટના અને ટાળી શકાય એમ છે.પરંતુ અહીંયા જાણવા મળતી માહિતી મુજબ આ ઐતિહાસિક તારાપુર દરવાજો ભારતીય પુરાતત્વ વિભાગ ના તાબા હેઠળ આવતું રક્ષિત સ્મારક હોય તેને સાચવવું પણ એટલું જ જરૂરી છે.પરંતુ આવનારા સમયમાં ભક્તોનો પ્રવાહ અનેક ઘણો વધારે થશે જેને ધ્યાનમાં લઈને ઐતિહાસિક દરવાજાને બચાવી બાજુમાંથી બીજો એક માર્ગ બનાવવામાં આવે તે જરૂરી છે.જેનાથી ભવિષ્યમાં દુર્ઘટના ઘટતી અટકાવી શકાય તેમ છે.

આથી 15 વર્ષ પહેલા એટલે કે 2007 માં આસો નવરાત્રીમાં તારાપુર દરવાજા પાસે ત્રિકોણીય પગથિયાં પાસે યાત્રિકો ને ધસારો વધારે હોવાથી ધક્કા મુક્કી ની ઘટના બનતા 11 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા.ઐતિહાસિક ધ્વજા રોહણ બાદ યાત્રાળુ ઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી આ રસ્તા ને કોઈ પણ રીતે પોહળો કરવામાં આવે જે ને લઇ ભૂતકાળમાં બનેલી દુર્ઘટના ફરીથી ના બને.

[wptube id="1252022"]
Back to top button