
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
અરવલ્લી : યાત્રાધામ શામળાજીમાં રહેતા આદિવાસી લોકોને ટીપી સ્કીમ હેઠળ રિંગ રોડમાં થતા નુકશાનની ભરપાઈ કરવા કલેકટરને આવેદન
*આદિવાસી યુવા અગ્રણી નેતા અને પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘી સહીત અનેક લોકો આવેદનપત્ર આપવા પહોંચ્યા*

અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વર્ષ 1972માં ટીપી સ્કીમ જાહેર કરાઈ હતી. ત્યાર બાદ આ પ્રકરણે કોર્ટ મેટર થતાં વર્ષ 2021માં નવી સુધારેલ ટીપી સ્કીમની અમલવારી શરૂ કરાઈ છે. ત્યારે મંદિરને ફરતે 1 કિ.મી. લાંબો અને 60 ફુટની પહોળાઈ વાળો રીંગરોડ મંજૂર કરાતાં આ રોડના એલાઈમેન્ટની ડીમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ટીપી સ્કીમમાં અસરગ્રસ્ત આદિવાસી સમાજના લોકોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ટીમી સ્કીમમાં અસરગ્રસ્ત લોકો અને વેપારીઓને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી ટીપી સ્કીમમાં મુખ્યત્વે આદિવાસી સમાજના ગરીબ લોકોની ખેતીની જમીન,રહેઠાણ મકાન અને ગલ્લાને ભારે નુકશાન પહોંચ્યું હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો
આદિવાસી અગ્રણી યુવા નેતા રાજેન્દ્ર પારઘી, શામળાજી ગ્રામ પંચાયત સરપંચ અને આદિવાસી સમાજના અસરગ્રસ્તોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સરકારની નગર નિયોજીત રચના નં.૧ હેઠળ અમારી ખેતીની જમીનમાં સરકાર ધ્વારા રસ્તા, ગટરલાઈન, સ્ટ્રીટલાઈન કરી રીંગ રોડ નિકાળવા માટે ખુબજ ટૂંકી જમીનો અને રહેઠાણના મકાનો આવેલ છે ત્યાં તંત્ર ધ્વારા તોડી,પાડી, કબજો લેવામાં આવી રહ્યો છે ત્યારે અમો આદીવાસી સમાજના ગરીબ માણસો તથા બહેનોની હાલત દયનિય બની છે ટીપી સ્કીમના પગલે આદિવાસી સમાજના માણસો ખેતવીહોણા ન બને, મકાન વગરના ના બને અને તેઓની બાપદાદા વખતની વડિલોપાર્જીત ખેતીની માલીકી છીનવાઈ ન જાય અને ટીપી સ્કીમની કામગીરી અંગે અસરગ્રસ્તોનું ધ્યાન દોરવામાં આવે અને નુકશાન ન જાય તે માટે આદિવાસી સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે અને ટીપી સ્કીમ અંગે પૂનઃ વિચાર કરવાની માંગ કરી હતી
ટીપી સ્કીમના અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવામાં આવે તેમજ મફત પ્લોટ, મકાન સહાય, ધંધારોજગારની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી








