
તારીખ ૧૩/૧૦/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કિશોરો અને યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે કલેકટર કચેરી ગોધરા દ્વારા સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે નવરાત્રી મહોત્સવના આયોજક મંડળોને CPR ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગોધરા સિવિલ હોસ્પિટલના પ્રશિક્ષિત ડોક્ટર્સની ટીમ દ્વારા ઉપસ્થિત સૌને CPR ની તાલીમ આપવામાં આવી હતી. જેમાં નમો રેસીડેન્સી સોસાયટીના નવરાત્રી મહોત્સવના આયોજક મંડળના સભ્યોએ ઉત્સાહપૂર્વક જોડાઈને તાલીમ મેળવી હતી.
[wptube id="1252022"]









