
તા.૧૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આગામી દિવસોમાં ગાંધી જયંતી, નવરાત્રિ, દશેરા તથા સરદાર વલ્લભભાઇ પટેલ જયંતી જેવા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.જે.ખાચરે તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધી રાજકોટ જિલ્લામાં હથિયારબંધી ફરમાવી છે.

આ સમય દરમ્યાન હથિયાર, બંદુક, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા લાઠી, સળગતી મશાલ અથવા શારીરીક ઇજા પહોંચાડી શકે તેવા કોઇ પણ સાધન લઇ જવા નહી, સાથે જ કોઇપણ ક્ષયકારી અથવા સ્ફોકટક દારૂગોળા વિગેરે પદાર્થો લઇ જવા, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા શસ્ત્રો ફેંકવા કે નાખવાના યંત્રો સાથે લઇ જવા, સરઘસમાં પેટાવેલી મશાલો લઇ જવા, મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા કે બાળવા, લોકોએ બુમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની તેમજ જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા અન્ય પદાર્થ દેખાડવાથી કે ફેલાવો કરવાથી સુરૂચિનો ભંગ થતો હોય તે તમામ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમો સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઇ પણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય, વૃધ્ધો અથા અશક્તો કે જેને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સત્તાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી મેળવેલ હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિં. આ આદેશોનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.








