GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER :મોરબી જિ.પં.માં વિરોધપક્ષના ઉપનેતા નવઘણભાઇ મેઘાણીને કોંગ્રેસ પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

મોરબી જિ.પં.માં વિરોધપક્ષના ઉપનેતા નવઘણભાઇ મેઘાણીને કોંગ્રેસ પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

મોરબી જિલ્લા પંચાયતની તાજેતરમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ તરફથી મહેશભાઈ પારેજીયાની પસંદગી કરવામાં આવી હતી. જેની મતદાન પ્રક્રિયા દરમિયાન મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉપનેતા નવઘણભાઈ દેવશીભાઈ મેઘાણી બીમારીનું બહાનું બનાવીને ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત પક્ષ વિરોધી કાર્યો પણ કર્યા હતા. જેને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વાંકાનેર કોંગ્રેસમાં નવઘણભાઈ મેઘાણી વિરુદ્ધ નારાજગીની લાગણી ફેલાઈ જવા પામી છે. કોગ્રેસના મતે પક્ષ દ્વારા છેલ્લી ૩ ટર્મથી નવધણભાઈ મેધાણીને વાંકાનેરના જુદા જુદા વિસ્તારમાં જીલ્લા પંચાયતની ચૂંટણીમાં એડીચોટીનુ જોર લગાવી જીત અપાવવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા સહકારી માળખામાં તેના પુત્ર અશ્વીન મેધાણીને વાંકાનેર માર્કેટયાર્ડની કરોડરજ્જૂ સમાન વેપારી પેનલમાં બે ટર્મ મતે પ્રતિનિધિત્વ પણ આપવામાં આવ્યું હતું. તેમાં છતાં પક્ષને વફાદાવર રહેવાને બદલે વાંકાનેર કુવાડવા વિધાનસભાની ચાલુ ચુંટણીમાં નવઘણભાઈ મેઘાણીએ તેમના પુત્ર અશ્વીન મેધાણીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. આજે અશ્વીન મેધાણી મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે કાર્ય કરે છે.આ ઉપરાંત મોરબી જીલ્લા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં નવઘણભાઈ મેઘાણીએ બીમારીનુ બહાનુ કરી ગેરહાજર રહી વ્હીપનો અનાદાર કર્યો હતો. જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ, જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને અન્ય આગેવાનોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવઘણભાઈ મેઘાણીની પક્ષ વિરોધી પ્રવૃતિઓની માહિતી પ્રદાન કરી હતી. જેને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉપનેતાના પદેથી દૂર કરવા અને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

[wptube id="1252022"]
Back to top button