
જંબુસર – જંબુસર રેફરલ હોસ્પિટલના સ્લેબના પ્લાસ્ટર ધરાસઇ થતા દર્દીઓ મુંજવણ મા પડ્યા સદનસીબે મોટી દુર્ઘટના ટળી જંબુસર એપ્રિલ હોસ્પિટલ 1960 માં બનાવવામાં આવ્યું હતું જે હાલ જર્જરી છે. જેને લઇ
કરોડા ના ખર્ચે નિર્માણ પામેલ સબ ડ્રિસ્ટ્રીક હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની તૈયાર હાલતમાં છે. પરંતુ કોઈ મંત્રી કે મુખ્યમંત્રી આવીને ઉદ્ઘાટન કરે તેની રાહ જોવાઈ રહી છે. જો નવ નિર્મિત થયેલું સબ ડિવિઝન હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવે તો જીવના જોખમે દર્દીઓ અને કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા છે.દર્દીઓ અને સ્ટુડન્ટ જર્જરિત હોસ્પિટલ મા સેવા લેતા નજરે પડી રહ્યા છે
ભરૂચ જીલ્લાના જંબુસરમાં આવેલ હાલ કાર્યરત રેફરલ હોસ્પિટલના છતના સ્લેબના પોપડા ધરાશ્યી થતાં દર્દીઓને સરકારી આરોગ્ય વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારીના પાપે જીવ જોખમમાં સારવાર કરવી પડે છે.
જંબુસર અને આજુબાજુમાં આવેલ ત્રણ તાલુકાની ગરીબ પ્રજાનું કમનસીબ તો જુવો!,
કે કરોડોના ખર્ચે નિર્માણ પામેલ નવીર્મિત સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નિર્જન પડેલછે. તેને વહેલી તકે શરૂ થાય તેવી માંગ ઉઠી છે.
હાલ જંબુસર રેફલર હોસ્પિટલમાં દર્દીઓ જર્જરિત છતના કારણે જીવના જોખમે સારવાર લઇ રહ્યાછે. તો બીજી તરફ કર્મચારીઓ પણ, જીવના જોખમે કામ કરતાં નજરે પડી રહ્યાછે.
તો જંબુસરની પ્રજાને હાલ કરોડોના ખર્ચે નવ નિર્મિત સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલનો લાભ કયારે મળશે,જેની તાલુકા અને નગરની ગરીબ જનતા કાગને ડોળે રાહ જોઈ રહીછે.
સરકાર દ્વારા હોસ્પિટલના સર્જન પહેલા દર્દીની જટિલ સારવાર મોટો-મોટી વાતો કરવામાં આવી હતી અને દર્દીઓને આશા હતીકે કે ભરૂચ,વડોદરાના જટિલ સરવારના ફેરા ઘટશે. પરંતુ નેતાઓના પાપે તૈયાર હોસ્પિટલનું લોકાર્પણ કોના ઈશારે અટકી રહ્યુંછે જે જનતામાં ચર્ચાનો વિષય છે.હવે આ હોસ્પીટલનું લોકાર્પણ કયારે કરવામાં આવશે અને દર્દીઓને આ જર્જરિત હોસ્પિટલમાંથી ક્યારે છુટકારો મળશે જે ચર્ચાનો વિષયછે.
આ બાબતે હોસ્પિટલના અધિકારી સાથે વાત કરતાં તેઓ જર્જરિત બિલ્ડીંગ વિશે વિસ્તારના ધારાસભ્યને લેખિતમાં હોસ્પિટલની સ્થિતિ વિશે જાણ કરેલછે. અને સરકાર તરફથી લીલીઝંડી મળશેતો નવનિર્મિત સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલનો શુભારંભ કરવાની રાહ જોઈ રહ્યાછે.
બોક્સ 1 – પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ જે સોલંકી સાથે વાતચીત કરતા તેઓ જણાવ્યું હતું કે 2022 માં જ આ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગયું હતું જે બાબતે સંકલન માં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વીજ જોડાણ બાકી છે તો એક મહિનામાં ચાલુ થઈ જશે તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ રાજ્ય સરકાર ફોટોગ્રાફીમાં માને છે અને કોઈક મોટા નેતા આવ્યા અને આ હોસ્પિટલ નું લોકાર્પણ કરે બન્યા હોવા છતાં પણ ઉપયોગમાં લેવાતું નથી અને જૂની બિલ્ડીંગ 1960 માં બનેલ હોય જે જજરીથ હાલતમાં છે અને 84 ગામના ગરીબ પ્રજાઓ તેમજ ત્રણ તાલુકાની પ્રજાઓ અહીં સારવાર અર્થે આવતી હોય તો રાજ્ય સરકાર અને વહેલી તકે શરૂ કરી દેવું જોઈએ કેવું જણાવ્યું હતું
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ








