હાલોલ કાલોલ બાયપાસ રોડ પર લોખંડની બોક્સ પાઈપ ભરેલી થ્રી વ્હીલનું એક વ્હીલ હવામાં ઝોલાખાતાં ડ્રાઇવરનો આબાદ બચાવ

તારીખ ૭/૧૦/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ થી કાલોલ બાયપાસ રોડ પર દોડતાં વાહનોના અકસ્માત થતાં અટકાવના પ્રયત્નો ને કારણે ચાર રસ્તા,સ્કુલ, કે અકસ્માત સર્જાય તેવાં સ્થળો ઉપર ત્રણ- ચાર સ્પીડ બ્રેકર્સ મુકવામાં આવતા હોય છે.જેથી એક્સપ્રેસ હાઇવે રોડ પર દોડતાં વાહનોની ગતિ ધીમી થાય અને અકસ્માત નાં બનાવ ઓછાં થાય. પરંતુ ક્યાંક સ્પીડ બ્રેકર્સ પર પણ અકસ્માત સર્જાય તેવી ઘટનાઓ બનતી હોય છે. આજ રોજ બપોર નાં સમયે એક થ્રી વ્હીલ ટેમ્પાનો ચાલક પોતાના પાસેનાં ટેમ્પામાં લોખંડની બોક્સ પાઈપ ભરી વડોદરા થી કાલોલ તરફ ઓવેલોડ વાહન લઈ અવતા હાલોલ કાલોલ બાયપાસ રોડ પર આવેલ એમજીકંપની થી ખાખરિયા ચોકડી વચ્ચે મૂકવામાં આવેલ સ્પીડ બ્રેકર્સ પર લોખંડથી ઓવરલોડ ભરેલ થ્રી વ્હીલ ટેમ્પો આગળ નું વ્હીલ ઉંચકાય જતાં બે વ્હીલ પર વાહન જોલા ખાતું થયું હતું.જ્યારે વાહનનો અકસ્માત થતો અટક્યો છે. ટેમ્પામાં ભરેલા લોખંડની બોક્સ પાઇપો રોડ પર અડીજતાં વાહનનું આગળનું વ્હીલ હવામાં જોલખાતું થઈ ગયું હતું. જોકે આ ધટના સ્થળે ડ્રાઈવર વાહનમાંથી નીચે ઉતરી જતાં ડ્રાઈવરનો પણ આબાદ બચાવ થયો હતો. વાહન ચાલક કે લોખંડની બોક્સ પાઇપોની ઘાસડીઓ મંગવનાર વેપારીને સ્થળ પર બોલાવતા વેપારી સ્થળ પર દોડી આવ્યા હતાં. જોકે આવા ભયાનક અને જોખમી વાહનો મોટાં અકસ્માતનું કારણ પણ બની શકે છે. પરંતુ એવી કોઈ જાનહાનિ કે માનહાનિ થયેલ નથી.









