GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER: વાંકાનેર તાલુકા પંચાયત ખાતે દિન દયાળ અંત્યોદય યોજના અંતર્ગત કેસ ક્રેડિટ કેમ્પ યોજાયો

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે દિન દયાળ અંત્યોદય યોજના અંતર્ગત કેસ ક્રેડિટ કેમ્પ યોજાયો

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે સભાખંડ હોલમાં તારીખ 7-10-2023 ના રોજ તાલુકા કક્ષાના આયોજિત ક્રેસ ક્રેડિટ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સમગ્ર વાંકાનેર પંથકમાં થી મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા તેમાં 163 સખી મંડળના બહેનોને રીવોલીંગ ફંડ રૂપિયા 1.50 લાખ તેમજ 8 સખી મંડળની બહેનોને રૂપિયા12.00 લાખ સી આઈ એફ ફંડ ના તેમજ 2 ક્લસ્ટર લેવલ ફેડરેશનના બહેનોને રકમ રૂપિયા 7.00 લાખ સ્ટાર્ટ અપ ફંડ ચૂકવવા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબા હરીસિંહ ઝાલા તાલુકા પંચાયત સદસ્યો તાલુકા વિકાસ અધિકારી સહિત કડીવાર હરૂન્નીસા આયોજકે કાર્યક્રમ સંભાળેલ હતો

[wptube id="1252022"]








