
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા કોર્ટમાં ચાલી રહેલ 2017 નાં વર્ષના ચેક રિટર્ન કેસના મામલામાં આરોપીને આહવા કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવવામાં આવ્યો.આહવા કોર્ટમાં 2017 ના વર્ષથી ચેક રિટર્ન અંગેનો એક કેસ ચાલી રહ્યો હતો. જેમાં ભરત એમ. નેગાંધી એ કિશન લક્ષ્મણને વેપાર માટે રૂ.4,62,500/- ઉછીના આપ્યા હતા. ત્યારબાદ કિશન લક્ષ્મણ એ ભરત નેગાંધી ને તા.1/12/2017 ની તારીખનો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આહવા શાખાનો ચેક લખી આપ્યો હતો. પરંતુ આ ચેક જમા કરાવવા જતાં ચેક ઇન્સ્ફ્રીસયન્ટનાં શેરાથી પરત કરવામાં આવ્યો હતો.જે બાદ ભરત નેગાંધી એ વકીલ મારફત નોટિસ આપી હતી.અને આહવા કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ત્યારે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આરોપી તરફે ડાંગ જિલ્લાનાં એડવોકેટ હરીશભાઈ આર.ગાંગોડાએ ધારદાર દલીલો રજૂ કરતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આહવાનાં વિદ્વાન ન્યાયાધીશ એસ.એ.મેમણ એ કિશન લક્ષ્મણ (રહે. ગારમાળ તા.આહવા જી.ડાંગ)ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે..





