
તા.૪/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot:રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરો રજૂ કરવા ઇચ્છતા લોકગાયકો, સાહિત્યકારો અને હાસ્ય કલાકારોએ જિલ્લા યુવા વિકાસ અધિકારીને ૩૧ ઓકટોબર સુધીમાં અરજી મોકલવાની રહેશે.
પરંપરાગત માધ્યમને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ કમિશનરશ્રી ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના કલાકારો પાસેથી લોકડાયરા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે મુજબ અરજી કરનાર કલાકારને સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતા લોકડાયરાના કાર્યક્રમો કર્યા બાદ નિયત કરેલ પુરસ્કારની રકમ આપવામાં આવશે.
લોકડાયરા કરવા ઈચ્છુક રાજકોટ જિલ્લાના કલાકારોએ સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તેમજ અનુભવની વિગત સાથેની અરજી, આધારકાર્ડની નકલ, ફોટોગ્રાફસ, વિડીયો સીડી તેમજ અગાઉ કરેલ કાર્યક્રમનાં મળેલ પ્રમાણપત્રોની નકલ સાથે “પ્રતિશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,રાજકોટ ગ્રામ્ય,પ/૫,બહુમાળી ભવન, રેસકોર્ષ, રાજકોટને તા.૩૧/૧૦/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલવાની રહેશે. તેમ રાજકોટના જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.વી. દિહોરાની યાદીમાં જણાવાયુ છે.









